Surat શહેરમાં બિસ્માર રોડ અને ખાડાને લઈ ભાજપના કાર્યકરોએ આંદોલનની ઉચ્ચારી ચિમકી
ભાજપના વોર્ડ ગ્રુપમાં બિસ્માર રોડને લઈ આક્રોશ રાંદેર ઝોનના ભાજપના કાર્યકરોની આંદોલનની ચિમકી ખાડાઓને લઈ ભાજપમાં અંદરો અંદર રોષ જોવા મળ્યો સુરત શહેરમા ભારે વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે,સુરતમાં ભાજપના કાર્યકરોએ ખરાબ રોડને લઈ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.રાંદેર ઝોનના ભાજપના વોટસઅપ ગ્રુપમાં રોડને લઈ વિવાદ વધ્યો છે.સ્થાનિકો વોર્ડના હોદ્દેદારોને ઝડપીને રોષ ઠાલવી રહ્યા છે,વારંવાર રોડને લઈ રજૂઆત કરવામાં આવી છે,પરંતુ તંત્ર આ બાબતને લઈ નથી આપતું ધ્યાન. શહેરમાં ખાડાને લઈ વધુ એક વિવાદ ભ્રષ્ટાચારના ખાડા હવે ભાજપના કાર્યકરોને પણ અકળાવી રહ્યા છે.ભાજપના વોર્ડ ગ્રુપમાં બિસ્માર રોડ-ખાડા અંગે કાર્યકરોનો જ આક્રોશ ફાટી નિકળ્યો છે.ગ્રુપમાં એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે,વિદ્યાર્થીઓ પાસે પાવડા-તગારા ઉંચકાવી રસ્તા રીપેર કરાવવામાં આવશે,ખાડાને લઈ અંદરો અંદર રોષ જોવા મળ્યો છે.ચોમાસા સાથે સુરતમાં રસ્તા પર ભૂવા પડવા અને રસ્તા તૂટવાની ઘટના માઝા મુકી રહી છે.સ્થાનિકોને વારંવાર રજૂઆત બાદ પણ રસ્તા રિપેર ન થતાં લોકોમાં આક્રોશ હવે વોર્ડના કાર્યકરો બની રહ્યાં છે.કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાજપના વોર્ડ ગ્રુપમાં બિસ્માર રોડને લઈ આક્રોશ
- રાંદેર ઝોનના ભાજપના કાર્યકરોની આંદોલનની ચિમકી
- ખાડાઓને લઈ ભાજપમાં અંદરો અંદર રોષ જોવા મળ્યો
સુરત શહેરમા ભારે વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે,સુરતમાં ભાજપના કાર્યકરોએ ખરાબ રોડને લઈ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.રાંદેર ઝોનના ભાજપના વોટસઅપ ગ્રુપમાં રોડને લઈ વિવાદ વધ્યો છે.સ્થાનિકો વોર્ડના હોદ્દેદારોને ઝડપીને રોષ ઠાલવી રહ્યા છે,વારંવાર રોડને લઈ રજૂઆત કરવામાં આવી છે,પરંતુ તંત્ર આ બાબતને લઈ નથી આપતું ધ્યાન.
શહેરમાં ખાડાને લઈ વધુ એક વિવાદ
ભ્રષ્ટાચારના ખાડા હવે ભાજપના કાર્યકરોને પણ અકળાવી રહ્યા છે.ભાજપના વોર્ડ ગ્રુપમાં બિસ્માર રોડ-ખાડા અંગે કાર્યકરોનો જ આક્રોશ ફાટી નિકળ્યો છે.ગ્રુપમાં એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે,વિદ્યાર્થીઓ પાસે પાવડા-તગારા ઉંચકાવી રસ્તા રીપેર કરાવવામાં આવશે,ખાડાને લઈ અંદરો અંદર રોષ જોવા મળ્યો છે.ચોમાસા સાથે સુરતમાં રસ્તા પર ભૂવા પડવા અને રસ્તા તૂટવાની ઘટના માઝા મુકી રહી છે.સ્થાનિકોને વારંવાર રજૂઆત બાદ પણ રસ્તા રિપેર ન થતાં લોકોમાં આક્રોશ હવે વોર્ડના કાર્યકરો બની રહ્યાં છે.
કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર
કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.