પોરબંદર એયરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે જેમા હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં વિસ્ફોટ થયો અને 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,ફાયર બ્રિગ્રેડ તેમજ મેડીકલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે,કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર આ ઘટના બની હતી.હેલિકોપ્ટરમાં આગ લાગયા બાદ આગ બુઝાવાની કામગરી કરી હતી
4 સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદરમાં બની હતી ઘટના
પોરબંદર જિલ્લા નજીક આવેલા અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ગુજરાતમાં પૂરની સ્થિતિ દરમિયાન ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH)દ્વારા પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર એક ટેન્કરના ઘાયલ ક્રૂના બચાવ માટે પહોંચ્યુ હતુ.જ્યાં અરબી સમુદ્રમાં હેલીકોપ્ટર ક્રેશ થયું હતું.હેલિકોપ્ટર ક્રેશ થઈ દરિયામાં ડૂબ્યું હતું. જેમાં ત્રણ જવાનોના મોતના અહેવાલ હતા.
આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે