Patan: શંખેશ્વર તા. પં.ની 16 અને જિ. પં.ની 2 બેઠકો માટે ઉમેદવારોનું જોરશોરથી પ્રચાર અભિયાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં શંખેશ્વર તાલુકામાં ચૂંટણી પ્રચાર પુરજોષમાં જોવા મળી રહ્યો છે. પ્રચાર દરમ્યાન પ્રદેશથી લઈ જિલ્લા અને તાલુકા કક્ષાના બન્ને પક્ષના પદાધિકારીઓ શંખેશ્વર તાલુકા પંચાયતની 16 બેઠકો માટે અને જિલ્લા પંચાયત બે બેઠકો માટે શંખેશ્વર તાલુકાનો પ્રવાસ ખેડી રહ્યા છે. અને તેમાંય શંખેશ્વર તાલુકાની જિલ્લા પંચાયતની શંખેશ્વર બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા ખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. તેમજ જિલ્લા પંચાયતની લોલાડા બેઠક ઉપર બક્ષી પંચના ભાજપના ઉમેદવાર ઠાકોર સમાજની સાથે ઈતર સમાજમાં પણ સારૂ એવું નામ ધરાવે છે. તેમજ જિલ્લા પંચાયત શંખેશ્વરની સામાન્ય ઉમેદવારની બેઠક ઉપર એકજ સમાજના બંન્ને મહિલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જોકે શંખેશ્વર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના જ જિલ્લાની શંખેશ્વર તાલુકાની બેઠકના બંન્ને સામાન્ય ઉમેદવારો સમાજમાં સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે.આથી ગત રોજ શંખેશ્વર તાલુકામાં ભાજપના પ્રેદેશથી લઈને જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓએ શંખેશ્વર તાલુકાનો ચૂંટણી પ્રચાર પ્રવાશ ખેડયો હતો. તેમજ બંન્ને ઉમેદવારો પણ શંખેશ્વર તાલુકાના ગામો ગામ ફરી ઘર ઘર સંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં શંખેશ્વર બેઠકના બંન્ને મહિલા ઉમેદવારોમાંથી કોણ બાજી મારશે. હાલ તો બંન્ને ઉમેદવારોને સમાજમાંથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને બંન્ને ઉમેદવારો ઘર ઘર સંપર્ક કરી એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે પરંતું હવે જોવાનું એ રહ્યું કે ઈતર સમાજના મતદારો જિલ્લા પંચાયતની શંખેશ્વર બેઠકના ઉમેદવારનો હાથ પકડે છે કે કમળ એતો મતગણત્રીના દીવસે ખબર પડશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

