Valsad News : દમણ પાવર હાઉસમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ કાબૂમાં લીધી

Aug 1, 2026 - 23:30
Valsad News : દમણ પાવર હાઉસમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ કાબૂમાં લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દમણ સ્થિત પાવર હાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પાવર હાઉસ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતાં આસપાસના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

ફાયર બ્રિગેડનો પાણીનો મારો, ટૂંક સમયમાં આગ પર મેળવાયો કાબૂ

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહમત ઉઠાવીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. ટીમની ત્વરિત કામગીરી અને સમયસૂચકતાના કારણે ટૂંક સમયમાં જ આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

વીજ તંત્રની સરાહનીય કામગીરી, વીજ પુરવઠો પુનઃ શરૂ

આગ ઓલવાયા બાદ વીજ કંપનીના ટેકનિકલ સ્ટાફે તાત્કાલિક સમારકામ અને ચકાસણીની કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને ખોરવાયેલો વીજ પુરવઠો ફરી પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. વીજળી પુનઃ શરૂ થતાં અંધારપટમાં મુકાયેલા સ્થાનિક રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : Gandhinagar News : વિકાસ કમિશનરની કચેરીમાં પ્રતિનિયુક્તિથી ભરતી, 15 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકાશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0