Patan: ખાતે નારી સંમેલન યોજાયું યોજનાઓની માહિતી આપી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લાના સમી ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમી ખાતે યોજાયેલા નારી સંમેલન કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટય થકી કરવામાં આવ્યું હતી. જેમાં આંગણવાડીના નાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીત રજુ કર્યું હતું. અને પ્રોગ્રામના ઓફ્સિર રંજનબેન શ્રીમાળીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાળ સુરક્ષા અધિકારીએ મહિલા અને બાળકોના અધિકારો અંગે વિસ્તૃત સમજ આપી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. તેમજ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના ઉદ્બોધનમાં બાળ અધિકારો, મહિલા અધિકારો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજના અંગે માહિતી આપી ઉપસ્થિત બહેનોને લાભ લેવા અપીલ કરી હતી. યોજાયેલ કાર્યક્રમમાં સમી તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષિદાબેન દવે, પ્રોગ્રામ ઓફ્સિર, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સામાજિક કાર્યકરો, નારી અદાલત તેમજ મહિલા બાળ કલ્યાણ કો-ઓર્ડીનેટર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સીડીપીઓ ચંદ્રિકાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

