ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat High Court News: ગુજરાતમાં લાઉડસ્પીકર્સ અને ડીજે (DJ)ના કારણે ફેલાતા બેફામ ધ્વનિ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ સત્તાધિકારીઓને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, 'જો તેઓ ધ્વનિ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અને રાજ્ય સરકારના જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે અદાલતી અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ની સીધી કાર્યવાહી કરવામાં આવશે.'
બે દાયકા જૂના સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું છડેચોક ઉલ્લંઘન
કોર્ટમાં દાખલ કરાયેલી એક કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ આકરા આદેશો આપ્યા હતા. અરજીકર્તા પંચાલે કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહીને ધારદાર દલીલો કરી હતી કે, 'દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા બે દાયકા (20 વર્ષ) પહેલાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અંગે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવા છતાં, સ્થાનિક સત્તાધિકારીઓ અને પોલીસની રહેમનજર હેઠળ નિયમોનું સતત અને છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

