Patan News: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં બાળકના મોઢામાં ફસાયો લોખંડનો સળિયો!

Oct 18, 2026 - 17:30
Patan News: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં બાળકના મોઢામાં ફસાયો લોખંડનો સળિયો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા વેડ ગામે વાલીઓ માટે લાલબત્તી સમાન અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં ઘર નજીક રમતાં-રમતાં એક નિર્દોષ બાળકના મોઢાના ભાગે અચાનક લોખંડનો ધારદાર સળિયો ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સળિયો મોઢામાં ઊંડે સુધી ફસાઈ જતાં બાળકની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.

તબીબોની ત્વરિત સર્જરીથી બાળક સુરક્ષિત

બાળકને હોસ્પિટલ લાવવામાં આવતાં જ તબીબોની ટીમે ગંભીરતા સમજીને તાત્કાલિક ઇમરજન્સી સારવાર શરૂ કરી હતી. ડૉ. બરોડાવાલા, ડૉ. અરવિંદભાઈ ચૌધરી તેમજ ડેન્ટલ અને એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાત તબીબો સહિત હોસ્પિટલના સ્ટાફે સાથે મળીને જટિલ કામગીરી સંભાળી હતી. તબીબોએ ભારે તકેદારી અને કુશળતાપૂર્વક સર્જરી કરીને બાળકના મોઢામાં ફસાયેલો લોખંડનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢી લીધો હતો. સમયસર મળેલી આ યોગ્ય સારવારના કારણે બાળકને મોટી હોનારતમાંથી ઉગારી લેવાતાં તેનો બચાવ થયો હતો.

તબીબી ટીમની સરાહનીય કામગીરીની સર્વત્ર પ્રશંસા

પોતાના બાળકને સુરક્ષિત જોઈને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને તબીબોનો આભાર માન્યો હતો. સમયસૂચકતા વાપરીને બાળકનો કિંમતી જીવ બચાવવા બદલ રાધનપુર રેફરલ હોસ્પિટલના તબીબો તેમજ સમગ્ર સ્ટાફની કામગીરીની પાટણ જિલ્લાભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આ ઘટના સાથે જ તબીબોએ તમામ માતા-પિતાઓને અપીલ કરી છે કે નાના બાળકો રમતા હોય ત્યારે તેમના પર સતત નજર રાખવી જરૂરી છે, જેથી આવી અણધારી અને જીવલેણ દુર્ઘટનાઓથી બચી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0