Patan: નવા ઓવરબ્રિજની બંને તરફના સર્વિસ રોડની હાલત ખરાબ

પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ કેબલ, વીજ કંપનીના કેબલ, ગટર લાઈન, પાણીની પાઈપ લાઈન વગેરે કામો માટે કરવામાં આવતા આડેધડ ખોદકામના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓની હાલત ખરાબ થઈ જવા પામી છે જેના કારણે લોકોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે.પાટણ શહેરમાં બગવાડા ચોક, વેરાઈ ચકલા રોડ, નીલમ સિનેમા રોડ, જયવીર નગરથી પારેવા સર્કલ તરફનો રોડ, શહેરમાં રેલ્વે સ્ટેશન માર્ગ પર બની રહેલા નવા ઓવરબ્રિજની બંને સાઈડોનો સર્વિસ રોડની હાલતો પણ ખૂબજ ખરાબ છે શહેરના હેરીટેજ રોડથી બીડી હાઈસ્કૂલ તરફ જવાના માર્ગ પર ભૂગર્ભ ગટર લાઈન નાંખ્યા બાદ આ રોડ પર સમારકામ કરવામાં ન આવતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ તેમજ ખેતરોમાં જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી આ રોડ રસ્તાની મરામત કરાવવામાં ન આવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ ખરાબ રોડ રસ્તાના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ખખડધજ બની ગયેલા રોડ રસ્તાના કામો ઝડપથી શરૂ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પાીમ છે. તો કેટલાક શહેરના અગ્રણીઓના જણાવ્યા મુજબ નગરપાલિકા નાગરિકો પાસેથી પાણી વેરો, મિલકત વેરો, ગટર વરો જેવા કરોડો રૂપિયાના વેરાની વસૂલાત કરે છે સામે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા ઉણી ઉતરી રહી છે.

Patan: નવા ઓવરબ્રિજની બંને તરફના સર્વિસ રોડની હાલત ખરાબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ કેબલ, વીજ કંપનીના કેબલ, ગટર લાઈન, પાણીની પાઈપ લાઈન વગેરે કામો માટે કરવામાં આવતા આડેધડ ખોદકામના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓની હાલત ખરાબ થઈ જવા પામી છે જેના કારણે લોકોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે.

પાટણ શહેરમાં બગવાડા ચોક, વેરાઈ ચકલા રોડ, નીલમ સિનેમા રોડ, જયવીર નગરથી પારેવા સર્કલ તરફનો રોડ, શહેરમાં રેલ્વે સ્ટેશન માર્ગ પર બની રહેલા નવા ઓવરબ્રિજની બંને સાઈડોનો સર્વિસ રોડની હાલતો પણ ખૂબજ ખરાબ છે શહેરના હેરીટેજ રોડથી બીડી હાઈસ્કૂલ તરફ જવાના માર્ગ પર ભૂગર્ભ ગટર લાઈન નાંખ્યા બાદ આ રોડ પર સમારકામ કરવામાં ન આવતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ તેમજ ખેતરોમાં જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી આ રોડ રસ્તાની મરામત કરાવવામાં ન આવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ ખરાબ રોડ રસ્તાના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ખખડધજ બની ગયેલા રોડ રસ્તાના કામો ઝડપથી શરૂ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પાીમ છે. તો કેટલાક શહેરના અગ્રણીઓના જણાવ્યા મુજબ નગરપાલિકા નાગરિકો પાસેથી પાણી વેરો, મિલકત વેરો, ગટર વરો જેવા કરોડો રૂપિયાના વેરાની વસૂલાત કરે છે સામે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા ઉણી ઉતરી રહી છે.