Paris Olympicમાં ગુજરાતી ખેલાડી ઝળકતા રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા

હરમીત મજબૂતાઈ પૂર્વક લડશે : હર્ષ સંઘવી આજે ખૂબ જ મજબૂતાઈથી રમત રમશે હમીત : હર્ષ સંઘવી વડીલોના આશીર્વાદ હરમીત સાથે છે : હર્ષ સંઘવી પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતી ખેલાડી ઝળકયો છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે,આ બાબતે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ હરમીત દેસાઈને શુભેચ્છા પાઠવી છે,ટેબલ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં વિજય થતા હર્ષ સંઘવીએ કહ્યું કે,હરમીત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવું છુ અને ટીમ ઇન્ડિયાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે અને પ્રથમ જીતની પાઠવી હાર્દિક શુભકામના આપી છે.ભારતની પહેલા દિવસે 2024 ની ઓલમ્પિકમાં અદભુત જીત થઈ છે,તો હરમીત દેસાઈએ ગુજરાતને ગૌરવ અપાવ્યું તે આપણા સૌ ગુજરાતીઓ માટે ખુશીની વાત છે,હરમિત પહેલી રમતમાં વિજેતા થયો છે,આજે ફરી એક વાર તે રમત રમશે અને વિજયી થશે. કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ વિશ્વમાં ટોચના 100માં સ્થાન મેળવનાર 31 વર્ષીય હરમીત 2018 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમોનો ભાગ રહ્યો છે. તેને તેના જોર્ડન હરીફ સામે તેની લય શોધવામાં લાંબો સમય લાગ્યો ન હતો. શરૂઆતની ગેમ સરળતાથી જીત્યા બાદ બીજી ગેમમાં તેમને કઠિન હરીફાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પછીની બે ગેમમાં તેઓ સરળતાથી જીતી ગયા હતા. હરમીતે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું હરમીત આ મેચમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે શરૂઆતથી જ તેના વિરોધી અબો યમન પર દબાણ બનાવ્યું હતું. હરમીતે 30 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-7, 11-9, 11-5, 11-5થી જીત મેળવી હતી. આ મેચમાં હરમીતે પોતાના જોર્ડન વિરોધીને ટકી રહેવા દીધો ન હતો. હરમીત ત્રણ તૈયારી ટૂર્નામેન્ટમાં રમીને અને જર્મનીમાં વ્યક્તિગત તાલીમ લીધા પછી ઓલિમ્પિકમાં આવે છે. ભારતની બેડમિન્ટનમાં વિજય શરૂઆત ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. લક્ષ્યે મેન્સ સિંગલ્સની મેચમાં કેવિન કોર્ડનને 21-8, 22-20થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. લક્ષ્યે પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી હતી અને તેણે કોર્ડનને કોઈ તક આપી ન હતી. જો કે, કોર્ડેને બીજી ગેમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે લક્ષ્યે કમબેક કર્યું અને એકતરફી રીતે આ ગેમ જીતી લીધી.  

Paris Olympicમાં ગુજરાતી ખેલાડી ઝળકતા રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હરમીત મજબૂતાઈ પૂર્વક લડશે : હર્ષ સંઘવી
  • આજે ખૂબ જ મજબૂતાઈથી રમત રમશે હમીત : હર્ષ સંઘવી
  • વડીલોના આશીર્વાદ હરમીત સાથે છે : હર્ષ સંઘવી

પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતી ખેલાડી ઝળકયો છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે,આ બાબતે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ હરમીત દેસાઈને શુભેચ્છા પાઠવી છે,ટેબલ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં વિજય થતા હર્ષ સંઘવીએ કહ્યું કે,હરમીત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવું છુ અને ટીમ ઇન્ડિયાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું.

જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ

હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે અને પ્રથમ જીતની પાઠવી હાર્દિક શુભકામના આપી છે.ભારતની પહેલા દિવસે 2024 ની ઓલમ્પિકમાં અદભુત જીત થઈ છે,તો હરમીત દેસાઈએ ગુજરાતને ગૌરવ અપાવ્યું તે આપણા સૌ ગુજરાતીઓ માટે ખુશીની વાત છે,હરમિત પહેલી રમતમાં વિજેતા થયો છે,આજે ફરી એક વાર તે રમત રમશે અને વિજયી થશે.

કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ

વિશ્વમાં ટોચના 100માં સ્થાન મેળવનાર 31 વર્ષીય હરમીત 2018 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમોનો ભાગ રહ્યો છે. તેને તેના જોર્ડન હરીફ સામે તેની લય શોધવામાં લાંબો સમય લાગ્યો ન હતો. શરૂઆતની ગેમ સરળતાથી જીત્યા બાદ બીજી ગેમમાં તેમને કઠિન હરીફાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પછીની બે ગેમમાં તેઓ સરળતાથી જીતી ગયા હતા.

હરમીતે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું

હરમીત આ મેચમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે શરૂઆતથી જ તેના વિરોધી અબો યમન પર દબાણ બનાવ્યું હતું. હરમીતે 30 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-7, 11-9, 11-5, 11-5થી જીત મેળવી હતી. આ મેચમાં હરમીતે પોતાના જોર્ડન વિરોધીને ટકી રહેવા દીધો ન હતો. હરમીત ત્રણ તૈયારી ટૂર્નામેન્ટમાં રમીને અને જર્મનીમાં વ્યક્તિગત તાલીમ લીધા પછી ઓલિમ્પિકમાં આવે છે.


ભારતની બેડમિન્ટનમાં વિજય શરૂઆત

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. લક્ષ્યે મેન્સ સિંગલ્સની મેચમાં કેવિન કોર્ડનને 21-8, 22-20થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. લક્ષ્યે પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી હતી અને તેણે કોર્ડનને કોઈ તક આપી ન હતી. જો કે, કોર્ડેને બીજી ગેમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે લક્ષ્યે કમબેક કર્યું અને એકતરફી રીતે આ ગેમ જીતી લીધી.