Palitanaમાં પ્રસુતિ વિભાગની ઘોર બેદરકારી, પ્રસૂતા સાથે ગેરવર્તણૂંક

Feb 18, 2025 - 16:30
Palitanaમાં પ્રસુતિ વિભાગની ઘોર બેદરકારી, પ્રસૂતા સાથે ગેરવર્તણૂંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલીતાણામાં પ્રસૂતિ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. પ્રસૂતિ વિભાગમાં આવેલ પ્રસૂતા સાથે ગેરવર્તણૂંક કરાઈ. મહિલાને સિઝેરિયન કર્યા બાદ તૂટેલા બેડ પર સૂવડાવવામાં આવી. મહિલા અને પરિવાર તરફથી બેડ બદલવાનું કહેતા સ્ટાફે તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે હોસ્પિટલની વ્યવસ્થા કથળી ગઈ છે. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર કરાવા જાય છે. પરંતુ હોસ્પિટલ જયારે કથળતી સ્થિતિમાં હોય ત્યારે દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

હોસ્પિટલ સ્ટાફ પર પરિવારનો આક્ષેપ

મળતી માહિતી મુજબ પાલીતાણામાં વહેલી સવારના ડીલેવરી માટે મહિલાને સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં સવારે મહિલાનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું. મહિલાનું સિઝેરિયન કર્યા બાદ મહિલાએ બાળકનો જન્મ આપ્યો હતો અને બાળકના જન્મ થયા બાદ સીતાબા પ્રસુતિ ગૃહમાં લાવવામાં આવ્યું હતું. પ્રસૂતાને આરામદાયક બેડ પર રાખવાના બદલે તૂટેલા બેડ પર સૂવડાવવામાં આવી હતી. પ્રસૂતાને ખરાબ બેડ અપાતા પરિવારે હોસ્પિટલ સ્ટાફને સારો બેડ આપવાની રજૂઆત કરાઈ હતી. ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પ્રસૂતાના પરિવારજનો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી. પરિવારજનો એ આક્ષેપ કર્યો છે કે તેમની રજૂઆતને કોઈ વાત સાંભળવામાં ના આવી.

હોસ્પિટલની કથળી વ્યવસ્થા

પ્રસૂતાના પરિવારજનોના આક્ષેપ બાદ હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો. પાલીતાણા સરકારી હોસ્પિટલની વ્યવસ્થા કથળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રસૂતા મહિલાને જરૂરી સારવાર અપાતી ના હોવાનું દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે મહિલા ગર્ભવતી બને ત્યારે પરિવાર અને ડોક્ટર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું હોય છે અને બાળકને જન્મ આપ્યા બાદ પણ કેટલાક સમય સુધી પ્રસૂતા અને બાળકની ખાસ રાખવામાં આવતી હોય છે. જ્યારે પાલીતાણાનો વીડિયો બતાવે છે કે મહિલા બાળકને જન્મ આપ્યા બાદ પણ તેને જરૂરી વ્યવસ્થા આપવામાં આવી રહી નથી. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલમાં મળતી સુવિધા અને હોસ્પિટલ સ્ટાફ કરાતી ગેરવર્તણૂંકને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0