Palika Election 2025 : પોરબંદરમાં રાણાવાવ અને કુતિયાણા બેઠક પર કડક બંદોબસ્ત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો પર કડક બંદોબસ્ત કરવામાં આવ્યો.પોરબંદરમાં પણ રાણાવાવ અને કુતિયાણા બેઠક પર પાલિકાની ચૂંટણી યોજાશે.ચૂંટણીને લઈને મતદાન મથકો સજ્જપોરબંદર જિલ્લામાં બે નગરપાલિકાઓની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, અને મતદારો માટે સુરક્ષા અને વ્યવસ્થા ધ્યાનમાં રાખી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં મતદારો માટે તંત્રએ તમામ પાયાની વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી હાથ ધરી છે, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા રાણાવાવ અને કુતિયાણા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી જેમાં કલેકટર અને SP દ્વારા મતદાન મથક અને સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરાઈ હતી. મતદારોની સુવિધાને અગ્રતાપોરબંદરના રાણાવાવમાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતદારોને મતદાનમાં કોઈ તકલીફ ના પડે અને ચૂંટણી પહેલા કોઈ અણ બનાવ ના બને તેના માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન અને આવારા તત્વોને કાબુમાં કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથો સાથ પૂરતા પોલીસ બંદોબસ્ત ની સાથે મતદાન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના સમયે કોઈ પણ અણ બનાવ ન બને તે માટે SRP ફોર્પની ટીમ તૈનાત કરવામાં આવશે. બે બેઠકો પર ચૂંટણીરાણાવાવ પાલિકા ખાતેના વિસ્તારમાં કુલ 7 વોર્ડ છે. અને આ સાત વોર્ડમાં 41 મતદાન મથકમાં ચૂંટણી યોજાશે. રાણાવાવ પાલિકા ખાતે અંદાજે મહિલા મતદાર 16963 અને પુરુષ મતદાર 17808 હોવાના આંકડા સામે આવ્યા છે. તેમજ 3 અન્ય જેન્ડર મળી કુલ 34774 મતદાર નોંધાયા છે. જયારે કુતિયાણા પાલિકા વિસ્તારમાં કુલ 6 વોર્ડમાં 18 બુથની યાદી સામે આવી છે. આ યાદી મુજબ કુતિયાણા પાલિકા વિસ્તારમાં મહિલા મતદાર 6730 અને 7096 પુરુષ મતદાર સહિત કુલ 13876 મતદાર નોંધાયા છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીરાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પહેલી બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાન માટેનો સમય સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધીનો રહેશે.
![Palika Election 2025 : પોરબંદરમાં રાણાવાવ અને કુતિયાણા બેઠક પર કડક બંદોબસ્ત](https://epapercdn.sandesh.com/images/2025/02/12/iOWcrypxHoayuY8VsCPVCCyEZ2tsFbt7lZdBOghL.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો પર કડક બંદોબસ્ત કરવામાં આવ્યો.પોરબંદરમાં પણ રાણાવાવ અને કુતિયાણા બેઠક પર પાલિકાની ચૂંટણી યોજાશે.
ચૂંટણીને લઈને મતદાન મથકો સજ્જ
પોરબંદર જિલ્લામાં બે નગરપાલિકાઓની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, અને મતદારો માટે સુરક્ષા અને વ્યવસ્થા ધ્યાનમાં રાખી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં મતદારો માટે તંત્રએ તમામ પાયાની વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી હાથ ધરી છે, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા રાણાવાવ અને કુતિયાણા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી જેમાં કલેકટર અને SP દ્વારા મતદાન મથક અને સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરાઈ હતી.
મતદારોની સુવિધાને અગ્રતા
પોરબંદરના રાણાવાવમાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતદારોને મતદાનમાં કોઈ તકલીફ ના પડે અને ચૂંટણી પહેલા કોઈ અણ બનાવ ના બને તેના માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન અને આવારા તત્વોને કાબુમાં કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથો સાથ પૂરતા પોલીસ બંદોબસ્ત ની સાથે મતદાન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના સમયે કોઈ પણ અણ બનાવ ન બને તે માટે SRP ફોર્પની ટીમ તૈનાત કરવામાં આવશે.
બે બેઠકો પર ચૂંટણી
રાણાવાવ પાલિકા ખાતેના વિસ્તારમાં કુલ 7 વોર્ડ છે. અને આ સાત વોર્ડમાં 41 મતદાન મથકમાં ચૂંટણી યોજાશે. રાણાવાવ પાલિકા ખાતે અંદાજે મહિલા મતદાર 16963 અને પુરુષ મતદાર 17808 હોવાના આંકડા સામે આવ્યા છે. તેમજ 3 અન્ય જેન્ડર મળી કુલ 34774 મતદાર નોંધાયા છે. જયારે કુતિયાણા પાલિકા વિસ્તારમાં કુલ 6 વોર્ડમાં 18 બુથની યાદી સામે આવી છે. આ યાદી મુજબ કુતિયાણા પાલિકા વિસ્તારમાં મહિલા મતદાર 6730 અને 7096 પુરુષ મતદાર સહિત કુલ 13876 મતદાર નોંધાયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પહેલી બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાન માટેનો સમય સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધીનો રહેશે.