Palika Election 2025 : જૂનાગઢમાં 6 નગરપાલિકામાં 143 બેઠકો ઉપર ચૂંટણી જંગ
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જંગ જોવા મળશે. જૂનાગઢ જિલ્લામાં 6 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે.6 નગરપાલિકાની 143 બેઠકો પર 378 ઉમેદવારો ચૂંટણી લડશે. ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું. 6 મહાનગરપાલિકામાંથી સૌથી વધુ માંગરોળમાં 101 ઉમેદવારો જ્યારે સૌથી ઓછા ચોરવાડમાં 50 ઉમેદવારોએ ચૂંટણી લડવા જઈ રહ્યા છે.6 નપામાં 143 બેઠકો ઉપર 378 ઉમેદવારો સૌથી વધુ માંગરોળમાં 101 ઉમેદવારો વંથલી નગરપાલિકામાં 55 ઉમેદવારો માણાવદર નગરપાલિકામાં 69 ઉમેદવારો વિસાવદર નગરપાલિકામાં 71 ઉમેદવાર મેદાનમાં ચોરવાડ નગરપાલિકામાં 50 મુરતિયા વચ્ચે ચૂંટણી સ્થાનિકો સુવિધાથી વંચિતજૂનાગઢમાં 22 વર્ષ પહેલા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. છતાં પણ સ્થાનિકો હજુ સુધી મહાનગરપાલિકાને મળતી સુવિધાથી વંચિત છે. 2019માં મહાનગરપાલિકામાં ભાજપને જુનાગઢના લોકોએ વધુ મત આપી મોટી જીત આપી હતી. 2019માં જૂનાગઢમાં ભાજપે મહાનગરપાલિકામાં 57 સીટ આપી હતી છતાં પણ સ્થાનિકો પ્રાથમિક સુવિધાને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જૂનાગઢવાસીઓને હજુ સુધી 1500 કરોડ જેવી માતબર ગ્રાન્ટ છેલ્લા પાંચ વર્ષમાં આપવા છતાં હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. ચૂંટણી આવતા વાયદાનું બજાર ગરમકોઈપણ ચૂંટણી આવે ત્યારે ઉમેદવાર અને પક્ષ તરફથી લોકોને પડતર પ્રશ્નો અને બ્રિજ બનાવવા જેવી સુવિધા આપવાને લઈને વાયદા કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થાય અને ઉમેદવાર જીતી જાય પછી કોઈ ફરકતું પણ નથી. અને આપેલ વાયદાઓ ઉપર કોઈ અમલ થતો નથી. નરસિંહ મહેતા બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં લોકોને તેની સુવિધાનો લાભ મળ્યો નથી. ત્યારે ઘણા વોર્ડમાં આજે પણ લોકો શુદ્ધ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેને લઈને વિપક્ષ દ્વારા ભાજપ ઉપર પ્રહારો કરવામાં આવ્યા છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ સક્રિય થયા છે. અનેક સ્થાનો પર કોંગ્રેસના ઉમેદવાર પરત ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતવાની શકયતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જંગ જોવા મળશે. જૂનાગઢ જિલ્લામાં 6 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે.6 નગરપાલિકાની 143 બેઠકો પર 378 ઉમેદવારો ચૂંટણી લડશે. ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું. 6 મહાનગરપાલિકામાંથી સૌથી વધુ માંગરોળમાં 101 ઉમેદવારો જ્યારે સૌથી ઓછા ચોરવાડમાં 50 ઉમેદવારોએ ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
- 6 નપામાં 143 બેઠકો ઉપર 378 ઉમેદવારો
- સૌથી વધુ માંગરોળમાં 101 ઉમેદવારો
- વંથલી નગરપાલિકામાં 55 ઉમેદવારો
- માણાવદર નગરપાલિકામાં 69 ઉમેદવારો
- વિસાવદર નગરપાલિકામાં 71 ઉમેદવાર મેદાનમાં
- ચોરવાડ નગરપાલિકામાં 50 મુરતિયા વચ્ચે ચૂંટણી
સ્થાનિકો સુવિધાથી વંચિત
જૂનાગઢમાં 22 વર્ષ પહેલા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. છતાં પણ સ્થાનિકો હજુ સુધી મહાનગરપાલિકાને મળતી સુવિધાથી વંચિત છે. 2019માં મહાનગરપાલિકામાં ભાજપને જુનાગઢના લોકોએ વધુ મત આપી મોટી જીત આપી હતી. 2019માં જૂનાગઢમાં ભાજપે મહાનગરપાલિકામાં 57 સીટ આપી હતી છતાં પણ સ્થાનિકો પ્રાથમિક સુવિધાને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જૂનાગઢવાસીઓને હજુ સુધી 1500 કરોડ જેવી માતબર ગ્રાન્ટ છેલ્લા પાંચ વર્ષમાં આપવા છતાં હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે.
ચૂંટણી આવતા વાયદાનું બજાર ગરમ
કોઈપણ ચૂંટણી આવે ત્યારે ઉમેદવાર અને પક્ષ તરફથી લોકોને પડતર પ્રશ્નો અને બ્રિજ બનાવવા જેવી સુવિધા આપવાને લઈને વાયદા કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થાય અને ઉમેદવાર જીતી જાય પછી કોઈ ફરકતું પણ નથી. અને આપેલ વાયદાઓ ઉપર કોઈ અમલ થતો નથી. નરસિંહ મહેતા બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં લોકોને તેની સુવિધાનો લાભ મળ્યો નથી. ત્યારે ઘણા વોર્ડમાં આજે પણ લોકો શુદ્ધ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેને લઈને વિપક્ષ દ્વારા ભાજપ ઉપર પ્રહારો કરવામાં આવ્યા છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ સક્રિય થયા છે. અનેક સ્થાનો પર કોંગ્રેસના ઉમેદવાર પરત ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતવાની શકયતા છે.