Palanpur: પંથકમાં છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ વધ્યો

ગવાર, મગફળી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું વાદળછા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો બનાસકાંઠાના પાલનપુર પંથકમાં છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ વધ્યો છે. જેમાં ગવાર, મગફળી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કાતરા નામની જીવાતનો નાશ થતો નથી અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કુદરત પર આધારિત છે આ પરિસ્થિતિ પરંતુ અત્યારે તો ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી અને મગફળી, ગવાર, ઘાસચારાનું વાવેતર કર્યું છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું પરંતુ પ્રથમ વરસાદ બાદ કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરમાં પડી છે. પાલનપુર પંથકમાં સૌથી વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. કાતરા નામની જીવાતે ઘાસચારો અને ગવારના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે મગફળીના પાકમાં પણ કાતરા નુકસાન પહોંચાડી રહ્યા છે. છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ છે જોકે આ કાતરાની કોઈ દવા નથી પરંતુ આ કુદરત પર આધારિત છે. જો વધુ વરસાદ પડે તો કાતરા નામની જીવાત નાશ પામે અથવા તો તડકો નીકળે તો નાશ પામે છે. વાદળછા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો પરંતુ છેલ્લા 20 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને વાદળછા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. એટલે ખેડૂતોને તો નુકસાન પહોંચ્યું છે. પરંતુ હજુ પણ જો વાદળછાયું વાતાવરણ રહે તડકો ન પડે અથવા તો વરસાદ ન પડે તો ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિનું અત્યારે તો નિર્માણ થયું છે. જિલ્લાનો ખેતીવાડી વિભાગ તો સલાહ આપે છે કે લીંબોળીનું તેલનું છંટકાવ કરવો અથવા તો ઢાળિયાને સાફ રાખવા અને સૌથી વધુ ઉપદ્રવ પ્રથમ ઢાળિયાથી શરૂઆત થાય છે. ત્યારે ખેતીવાડી વિભાગની શરૂઆત છે કે લીંબોળીનું તેલ પાણીમાં નાખીને છંટકાવ કરવાથી અસર થાય છે પરંતુ આ પણ અસરકારક નથી જોકે કાતરા નામની જીવાત એ કુદરત પર આધારિત છે અને કુદરતી રીતે નાશ પામે તો ખેડૂતો આ નુકસાનીમાંથી બચી શકે છે.

Palanpur: પંથકમાં છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ વધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગવાર, મગફળી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું
  • સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું
  • વાદળછા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો

બનાસકાંઠાના પાલનપુર પંથકમાં છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ વધ્યો છે. જેમાં ગવાર, મગફળી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કાતરા નામની જીવાતનો નાશ થતો નથી અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કુદરત પર આધારિત છે આ પરિસ્થિતિ પરંતુ અત્યારે તો ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે.

સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું

ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી અને મગફળી, ગવાર, ઘાસચારાનું વાવેતર કર્યું છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું પરંતુ પ્રથમ વરસાદ બાદ કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરમાં પડી છે. પાલનપુર પંથકમાં સૌથી વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. કાતરા નામની જીવાતે ઘાસચારો અને ગવારના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે મગફળીના પાકમાં પણ કાતરા નુકસાન પહોંચાડી રહ્યા છે. છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ છે જોકે આ કાતરાની કોઈ દવા નથી પરંતુ આ કુદરત પર આધારિત છે. જો વધુ વરસાદ પડે તો કાતરા નામની જીવાત નાશ પામે અથવા તો તડકો નીકળે તો નાશ પામે છે.

વાદળછા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો

પરંતુ છેલ્લા 20 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને વાદળછા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. એટલે ખેડૂતોને તો નુકસાન પહોંચ્યું છે. પરંતુ હજુ પણ જો વાદળછાયું વાતાવરણ રહે તડકો ન પડે અથવા તો વરસાદ ન પડે તો ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિનું અત્યારે તો નિર્માણ થયું છે. જિલ્લાનો ખેતીવાડી વિભાગ તો સલાહ આપે છે કે લીંબોળીનું તેલનું છંટકાવ કરવો અથવા તો ઢાળિયાને સાફ રાખવા અને સૌથી વધુ ઉપદ્રવ પ્રથમ ઢાળિયાથી શરૂઆત થાય છે. ત્યારે ખેતીવાડી વિભાગની શરૂઆત છે કે લીંબોળીનું તેલ પાણીમાં નાખીને છંટકાવ કરવાથી અસર થાય છે પરંતુ આ પણ અસરકારક નથી જોકે કાતરા નામની જીવાત એ કુદરત પર આધારિત છે અને કુદરતી રીતે નાશ પામે તો ખેડૂતો આ નુકસાનીમાંથી બચી શકે છે.