Padra:સિનિયર સિટીઝન એસો.ની વાર્ષિક સભા યોજાઈ

Aug 20, 2025 - 04:00
Padra:સિનિયર સિટીઝન એસો.ની વાર્ષિક સભા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાદરા સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા વાર્ષિક સામાન્ય સભા, સભ્યોનો જન્મોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શહીદ વીર જવાનોને તથા તાજેતરની મુજપુર બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના માનમાં બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.સભામાં સંતરામ મંદિરના મહંત પૂ.મોહનદાસજી મહારાજ, સભાના પ્રમુખ સ્થાને હિતેષભાઈ પટેલ, અતિથી ચોકસી મહાજનના મહેન્દ્રભાઈ ટી. ચોકસી, ભરતભાઈ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભવોનું સંસ્થાના આગેવાનો દ્વારા શાલ અને બુકે અર્પણ કરી સ્વાગત તથા સન્માન કરાયું હતું. સંસ્થાના પ્રમુખ વિજયભાઈ શાહે વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. સંસ્થાના 75 વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. સભ્યોના ધોરણ 10 તથા 12 માં શ્રેષ્ઠ ક્રમ મેળવનાર બાળકોનું મોતીલાલ ભગવાનદાસ ઠક્કર ટ્રસ્ટ, પાદરા તરફ્થી રોકડ ઇનામો તથા પ્રમાણપત્રો દ્વારા સન્માન કરી અભિનંદન પાઠવાયા હતા. ત્યારબાદ એપ્રિલ, મે, જૂન તથા જુલાઈ મહિનામાં જન્મદિવસ ધરાવતા તમામ સભ્યોનો જન્મોત્સવ ઉજવાયો હતો. તેમને ઉપહારરૂપે ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે એસોસિએશનના અધ્યક્ષ સૂર્યકાંત ચોકસી તથા ઉપાધ્યક્ષ ઉપેન્દ્રભાઈ ભટ્ટ સંસ્થાની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડયો હતો. સંચાલન અને સમાપન સહમંત્રી ચંદ્રકાંતભાઈ વાળંદે કર્યું હતું. અંતે ભરતભાઈ દરજીએ આભારવિધિ કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0