OMG ! Rajkotમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં આધેડ ખાબકયા,જુઓ Video

રાજકોટમાં ખાડારાજને લઈ પ્રજાજનોને હાલાકી વરસાદી પાણી નિકાલ માટે આડેધડ ગટર ખોલી ટુ વ્હીલર લઈને જતા વૃદ્ધ ખુલ્લા ખાડાના લીધે પડયા રાજકોટમાં ખાડા રાજને લઇ એકબાજુ હાઇકોર્ટમાં સુનાવણી બીજી બાજુ એક બાદ એક વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,જેમાં એક વૃદ્ધ ગટરમાં ખાબકતા લોકોએ તેમને ઉભા કર્યા હતા અને માંડ-માંડ તે બચ્યા હતા,વરસાદી ખાડામાં પાણી ભરાઈ જતા ખાડો ના દેખાતા તેઓ ગટરમાં ખાબકયા હતા.ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ ઘટના બની હતી.વરસાદી પાણીના નિકાલ માટે આડેધડ ખોદકામ વરસાદના પાણી નિકાલ માટે આડેધડ કુંડી ખુલ્લી રાખી દેવામાં આવી છે,જેના કારણે સ્થાનિકો તે ખાડામાં ખાબકી રહ્યાં છે,આજે સવારે એક વૃદ્ધ વાહન લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક તે ખાડામાં પડયા હતા અને બચાવો બચાવોની બૂમો પાડી રહ્યાં હતા ત્યારે રોડ પરથી પસાર થતા લોકોએ તેમને પાણીમાંથી બહાર કાઢયા હતા અને સાઈડમાં બેસાડયા હતા,વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશને ગમે તે જગ્યાએ ખાડા ખોડી દીધા છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. રાજકોટમાં ખાડા ખોદાયા રાજકોટમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે કોર્પોરેશને પાણીના નિકાલ માટે ખોદકામ ચાલુ કરી દીધુ છે,તેના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે,મહત્વનું છે કે ગમે તેમ રીતે ખોદકામ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની વાત છે પરંતુ ગમે તેમ ખોદકામ કરાતા સ્થાનિકો ખોદેલા ખાડામાં પડી જાય છે,આવી ઘટનાઓમાં કોઈનુ મોત થાય તો કોણ જવાબદાર રહેશે ? રાજકોટમાં ખાડા રજા યથાવત જોવા મળ્યું શહેરના ભાગોળે આવેલા આજી ડેમ ચોકડી સર્કલ ઉપર ખાડા રાજ જોવા મળ્યું છે.એક તરફ મનપા લોક દરબાર યોજી રહ્યું છે બીજી તરફ રાજકોટવાસીઓ ખાડા રાજથી પરેશાન થયા છે,આજી ડેમ તરફ જવાના રસ્તે ચાર રસ્તા પર જ આ મોટા ખાડા જોવા મળ્યા છે,વાહનચાલકોના વાહન પણ આ ખાડામાં પછડાય છે જેના કારણે તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે.ખાડા રાજથી ક્યારે મુક્તિ મળશે એ સવાલ છે અને તંત્ર પણ આ બાબતે મૌનસેવી રહ્યું છે.  

OMG ! Rajkotમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં આધેડ ખાબકયા,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં ખાડારાજને લઈ પ્રજાજનોને હાલાકી
  • વરસાદી પાણી નિકાલ માટે આડેધડ ગટર ખોલી
  • ટુ વ્હીલર લઈને જતા વૃદ્ધ ખુલ્લા ખાડાના લીધે પડયા

રાજકોટમાં ખાડા રાજને લઇ એકબાજુ હાઇકોર્ટમાં સુનાવણી બીજી બાજુ એક બાદ એક વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,જેમાં એક વૃદ્ધ ગટરમાં ખાબકતા લોકોએ તેમને ઉભા કર્યા હતા અને માંડ-માંડ તે બચ્યા હતા,વરસાદી ખાડામાં પાણી ભરાઈ જતા ખાડો ના દેખાતા તેઓ ગટરમાં ખાબકયા હતા.ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ ઘટના બની હતી.

વરસાદી પાણીના નિકાલ માટે આડેધડ ખોદકામ

વરસાદના પાણી નિકાલ માટે આડેધડ કુંડી ખુલ્લી રાખી દેવામાં આવી છે,જેના કારણે સ્થાનિકો તે ખાડામાં ખાબકી રહ્યાં છે,આજે સવારે એક વૃદ્ધ વાહન લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક તે ખાડામાં પડયા હતા અને બચાવો બચાવોની બૂમો પાડી રહ્યાં હતા ત્યારે રોડ પરથી પસાર થતા લોકોએ તેમને પાણીમાંથી બહાર કાઢયા હતા અને સાઈડમાં બેસાડયા હતા,વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશને ગમે તે જગ્યાએ ખાડા ખોડી દીધા છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.


રાજકોટમાં ખાડા ખોદાયા

રાજકોટમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે કોર્પોરેશને પાણીના નિકાલ માટે ખોદકામ ચાલુ કરી દીધુ છે,તેના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે,મહત્વનું છે કે ગમે તેમ રીતે ખોદકામ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની વાત છે પરંતુ ગમે તેમ ખોદકામ કરાતા સ્થાનિકો ખોદેલા ખાડામાં પડી જાય છે,આવી ઘટનાઓમાં કોઈનુ મોત થાય તો કોણ જવાબદાર રહેશે ?

રાજકોટમાં ખાડા રજા યથાવત જોવા મળ્યું

શહેરના ભાગોળે આવેલા આજી ડેમ ચોકડી સર્કલ ઉપર ખાડા રાજ જોવા મળ્યું છે.એક તરફ મનપા લોક દરબાર યોજી રહ્યું છે બીજી તરફ રાજકોટવાસીઓ ખાડા રાજથી પરેશાન થયા છે,આજી ડેમ તરફ જવાના રસ્તે ચાર રસ્તા પર જ આ મોટા ખાડા જોવા મળ્યા છે,વાહનચાલકોના વાહન પણ આ ખાડામાં પછડાય છે જેના કારણે તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે.ખાડા રાજથી ક્યારે મુક્તિ મળશે એ સવાલ છે અને તંત્ર પણ આ બાબતે મૌનસેવી રહ્યું છે.