NURSING STAFFની ભરતી પરીક્ષામાં આક્ષેપ બાદ GTUના અધિકારીઓને આરોગ્ય વિભાગનું તેડુ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે. જેમં આન્સર-કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ ABCDમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી છે ત્યારે સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં આક્ષેપ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આન્સર કી સંદર્ભે આરોગ્ય વિભાગે માગ્યો ખુલાસો
રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતીં. તમને જણાવી દઈએ કે, સ્ટાફ નર્સિંગની 1900 જેટલી જગ્યા માટે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે પરીક્ષા આપી હતી. પરંતુ કૌભાંડીઓ આ ઉમેદવારોની નસીબ વચ્ચે ખાઈ બની રહ્યાં છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, નર્સિગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની ગંધ આવી રહીં છે. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં આક્ષેપ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં આક્ષેપને લઇ GTUના અધિકારીઓને આરોગ્ય વિભાગનું તેડુ આવ્યું છે. આન્સર કી સંદર્ભે આરોગ્ય વિભાગે ખુલાસો માગ્યો છે. પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થઇ હોવાનો GTUએ દાવો કર્યો છે. જોકે GTU આન્સર કી સંદર્ભે વિભાગને ખુલાસો કેવો આપશે તે હવે જોવું જ રહ્યું.
નર્સિગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલના આક્ષેપ
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, નર્સિગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની ગંધ આવી રહીં છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ગોલમાલનો દાવો કર્યો છે. યુવરાજસિંહ જાડેજાએ ગોલમાલનો દાવો કરતા લખ્યું છે કે, આન્સર કીમાં જવાબો ક્રમશઃ A,B,C,D પ્રમાણે જ જોવા મળ્યાં છે. આવી રીતે જવાબોની ગોઠવણી શા માટે? શું આ કોઈ સંજોગ છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલો કૌભાંડનો પ્રયાસ છે? આ સવાલો થયા તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નોંધનીય છે કે, મનિષ દોશીએ ટ્વીટ કરી CMને તપાસ કરવા માટે રજૂઆત પણ કરી છે. પરંતુ વારંવાર વિદ્યાર્થીઓ સાથે આવું શા માટે કરવામાં આવે છે? શું આ સરકારનું વિકાર મોડેલ છે? આવા આનેક સવાલો અત્યારે ઉમેદવારો પણ કરી રહ્યાં છે.
What's Your Reaction?






