Navratri 2024: કાઉન્ટડાઉન શરૂ, લો ગાર્ડન માર્કેટમાં જામ્યો ખરીદીનો માહોલ

નવરાત્રિના તહેવારને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે લો ગાર્ડન માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓએ નવરાત્રિની આખરી ઓપની ખરીદી કરી રહ્યા છે.વરસાદમાં છત્રી સાથે ગરબે ઘુમવા ખેલૈયાઓ તૈયાર અમદાવાદ શહેરના લો ગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓ દ્વારા ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ, છત્રી અને રજવાડી મોજડી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. નવરાત્રિનું નામ પડે એટલે સૌ કોઈના મનમાં ગુજરાતનું પહેલું નામ આવે છે. ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ છે અને એમાં પણ અમદાવાદની નવરાત્રિની વાત જ કંઈક અલગ હોય છે. લો ગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓનું કીડીયાળું ઉભરાયું નવરાત્રિની ખરીદીની વાત હોય કે પછી નવરાત્રિમાં ગરબે ઘૂમવાની અમદાવાદનું નામ મોખરે હોય છે. જેથી મુંબઈ, ભોપાલ અને રાજસ્થાનથી પણ ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાત બહારથી આવેલા ખેલૈયાઓ પણ હાલ ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. લો ગાર્ડન માર્કેટ ખાતે ખેલૈયાઓ મન મુકીને અવનવી વેરાયટીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે હાલમાં લો ગાર્ડન માર્કેટમાં લોકોને ભારે ભીડ જોવા મળી રહી છે અને અહીં ચાલવા માટે પણ જગ્યા જોવા મળી રહી નથી. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્ત્વના સમાચાર નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત હોવાની જાણકારી હવામાન વિભાગે આપી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા નહીંવત છે પણ દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ રહી શકે છે. આ સાથે જ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ રહી શકે છે. નવરાત્રિમાં સુરક્ષાને લઈ સુરત પોલીસ સજ્જ નવરાત્રિમાં સુરક્ષાને લઈ સુરત પોલીસ સજ્જ જોવા મળી રહી છે. પોલીસ કમિશનરે જાતે સ્થળ વિઝિટ કરી છે અને તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા છે. આ સાથે જ ACP, DCP સાથે ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા હતા. ત્યારે તમામ ગરબાના સ્થળો પર ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ક્ષમતા નિયત્રંણ કરવા માટે ખાસ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

Navratri 2024: કાઉન્ટડાઉન શરૂ, લો ગાર્ડન માર્કેટમાં જામ્યો ખરીદીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિના તહેવારને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે લો ગાર્ડન માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓએ નવરાત્રિની આખરી ઓપની ખરીદી કરી રહ્યા છે.

વરસાદમાં છત્રી સાથે ગરબે ઘુમવા ખેલૈયાઓ તૈયાર

અમદાવાદ શહેરના લો ગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓ દ્વારા ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ, છત્રી અને રજવાડી મોજડી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. નવરાત્રિનું નામ પડે એટલે સૌ કોઈના મનમાં ગુજરાતનું પહેલું નામ આવે છે. ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ છે અને એમાં પણ અમદાવાદની નવરાત્રિની વાત જ કંઈક અલગ હોય છે.

લો ગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓનું કીડીયાળું ઉભરાયું

નવરાત્રિની ખરીદીની વાત હોય કે પછી નવરાત્રિમાં ગરબે ઘૂમવાની અમદાવાદનું નામ મોખરે હોય છે. જેથી મુંબઈ, ભોપાલ અને રાજસ્થાનથી પણ ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાત બહારથી આવેલા ખેલૈયાઓ પણ હાલ ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. લો ગાર્ડન માર્કેટ ખાતે ખેલૈયાઓ મન મુકીને અવનવી વેરાયટીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે હાલમાં લો ગાર્ડન માર્કેટમાં લોકોને ભારે ભીડ જોવા મળી રહી છે અને અહીં ચાલવા માટે પણ જગ્યા જોવા મળી રહી નથી.

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્ત્વના સમાચાર

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત હોવાની જાણકારી હવામાન વિભાગે આપી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા નહીંવત છે પણ દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ રહી શકે છે. આ સાથે જ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ રહી શકે છે.

નવરાત્રિમાં સુરક્ષાને લઈ સુરત પોલીસ સજ્જ

નવરાત્રિમાં સુરક્ષાને લઈ સુરત પોલીસ સજ્જ જોવા મળી રહી છે. પોલીસ કમિશનરે જાતે સ્થળ વિઝિટ કરી છે અને તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા છે. આ સાથે જ ACP, DCP સાથે ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા હતા. ત્યારે તમામ ગરબાના સ્થળો પર ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ક્ષમતા નિયત્રંણ કરવા માટે ખાસ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.