Surendranagarમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં “સ્વચ્છતા દિવસ” ઉજવાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરક ઉપસ્થિતમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે “સ્વચ્છતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ "સ્વચ્છ ભારત દિવસ" નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને ‘સ્વચ્છ ભારત દિવસ'ના આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગાંધી જયંતિ નિમિત્તે "સ્વચ્છ ભારત દિવસ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને સાર્થક કરવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા એ સ્વભાવ બને, સ્વચ્છતા એ સંસ્કાર બને તે માટે મહાઅભિયાન હાથ ધર્યું છે. આપણું ઘર આંગણું, શેરી મહોલ્લા સ્વચ્છ બને એ સરકારની જવાબદારીની સાથેસાથે તમામ નાગરિકોની પણ જવાબદારી છે. દેશ સ્વચ્છ હશે તો, વિકસિત જરૂરથી બનશે. તમામ નાગરિકોની પહેલી ફરજ છે કે, સ્વચ્છતાને સ્વભાવમાં વણી લઈને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સ્વચ્છતાનો અનુરોધ દરેક નાગરિકોને "સ્વચ્છતાના આગ્રહી" બની આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતા વધુમાં જણાવ્યું હતું કે, તમામ વેપારીઓ દુકાનદારો પણ પોતાની દુકાન બહાર કચરાપેટી મૂકે, જેથી કચરો બધો કચરાપેટીમાં જ નાખવામાં આવે અને પરિણામે જાહેર માર્ગો પર થતી ગંદકી અટકાવી, રોગચાળો ફેલાતો અટકાવી શકાય.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સફાઈની અસર પર્યાવરણ પર, નાગરિકોના સ્વાસ્થ્ય પર થતી હોવાથી સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રોજ જુદી જુદી થીમ અન્વયે સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈની કાળજી લેવી જરૂરી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સફાઈ એ સતત અને કાળજી માંગી લેતો વિષય છે. આથી સફાઈ એ થોડા સમય માટે નહિ, પરંતુ દૈનિક કામગીરીનો એક ભાગ બને તે અત્યંત જરૂરી છે. દેશમાં હજજારો સફાઈકર્મીઓ રોજબરોજ દેશને સ્વચ્છ રાખવાની કામગીરી સુપેરે કરી રહ્યા છે. સફાઈ કરવાવાળા હજારો વ્યક્તિઓની સામે ગંદકી કરવા વાળા કરોડો લોકો છે. જો દરેક લોકો સફાઈને પોતાનો સ્વભાવ બનાવે, પોતાના સંસ્કાર બનાવે, આસપાસ ગંદકી ન થવા દે તો સ્વચ્છતા આપોઆપ રહેશે. મહાનુભાવો રહ્યાં હાજર "સ્વચ્છ ભારત મિશન" અંતર્ગત દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધનનું મહાનુભાવોએ વર્ચ્યુઅલી માધ્યમથી નિહાળ્યું હતું. "સ્વચ્છતા અભિયાન" અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છ વોર્ડ, સ્વચ્છ ગામના વિજેતાઓને પણ આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરેન્દ્રનગર - વઢવાણ - દુધરેજ નગરપાલિકા પ્રમુખ સુશ્રી જીજ્ઞાબેન પંડ્યા, પદાધિકારીઓ, કલેકટર કે. સી. સંપટ સહિતના મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Surendranagarમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં “સ્વચ્છતા દિવસ” ઉજવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરક ઉપસ્થિતમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે “સ્વચ્છતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ "સ્વચ્છ ભારત દિવસ" નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું.

આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને ‘સ્વચ્છ ભારત દિવસ'ના આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગાંધી જયંતિ નિમિત્તે "સ્વચ્છ ભારત દિવસ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને સાર્થક કરવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા એ સ્વભાવ બને, સ્વચ્છતા એ સંસ્કાર બને તે માટે મહાઅભિયાન હાથ ધર્યું છે. આપણું ઘર આંગણું, શેરી મહોલ્લા સ્વચ્છ બને એ સરકારની જવાબદારીની સાથેસાથે તમામ નાગરિકોની પણ જવાબદારી છે. દેશ સ્વચ્છ હશે તો, વિકસિત જરૂરથી બનશે. તમામ નાગરિકોની પહેલી ફરજ છે કે, સ્વચ્છતાને સ્વભાવમાં વણી લઈને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.


સ્વચ્છતાનો અનુરોધ

દરેક નાગરિકોને "સ્વચ્છતાના આગ્રહી" બની આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતા વધુમાં જણાવ્યું હતું કે, તમામ વેપારીઓ દુકાનદારો પણ પોતાની દુકાન બહાર કચરાપેટી મૂકે, જેથી કચરો બધો કચરાપેટીમાં જ નાખવામાં આવે અને પરિણામે જાહેર માર્ગો પર થતી ગંદકી અટકાવી, રોગચાળો ફેલાતો અટકાવી શકાય.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સફાઈની અસર પર્યાવરણ પર, નાગરિકોના સ્વાસ્થ્ય પર થતી હોવાથી સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રોજ જુદી જુદી થીમ અન્વયે સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે.

સફાઈની કાળજી લેવી જરૂરી

શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સફાઈ એ સતત અને કાળજી માંગી લેતો વિષય છે. આથી સફાઈ એ થોડા સમય માટે નહિ, પરંતુ દૈનિક કામગીરીનો એક ભાગ બને તે અત્યંત જરૂરી છે. દેશમાં હજજારો સફાઈકર્મીઓ રોજબરોજ દેશને સ્વચ્છ રાખવાની કામગીરી સુપેરે કરી રહ્યા છે. સફાઈ કરવાવાળા હજારો વ્યક્તિઓની સામે ગંદકી કરવા વાળા કરોડો લોકો છે. જો દરેક લોકો સફાઈને પોતાનો સ્વભાવ બનાવે, પોતાના સંસ્કાર બનાવે, આસપાસ ગંદકી ન થવા દે તો સ્વચ્છતા આપોઆપ રહેશે.

મહાનુભાવો રહ્યાં હાજર

"સ્વચ્છ ભારત મિશન" અંતર્ગત દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધનનું મહાનુભાવોએ વર્ચ્યુઅલી માધ્યમથી નિહાળ્યું હતું. "સ્વચ્છતા અભિયાન" અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છ વોર્ડ, સ્વચ્છ ગામના વિજેતાઓને પણ આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરેન્દ્રનગર - વઢવાણ - દુધરેજ નગરપાલિકા પ્રમુખ સુશ્રી જીજ્ઞાબેન પંડ્યા, પદાધિકારીઓ, કલેકટર કે. સી. સંપટ સહિતના મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.