Narmada:કલક ગામ સ્થિત તલકેશ્વર મહાદેવ મંદિરે આજે મેળો ભરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જંબુસર તાલુકા ના કલક ગામ સ્થિત પ્રાચીન તલકેશ્વર મહાદેવ નો અનન્ય મહિમા છે અહી વ્યતિપાત યોગના દિવસે મેળાનું આયોજન થાય છે જેમાં આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
જંબુસર થી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે. આશરે સો વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલના કદ જેટલી વૃદ્ધિ પામે છે. તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું.જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમા આવેલ તળાવનું પાણી પીએ ગાયના ધણની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનો એ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું.ત્યાંરથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે.
પ્રતિવર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે. પહેલાંના સમયનું તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે.શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે. વ્યતિપાત યોગનાદિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે. અને મનવાંછીત ફ્ળ મળે છે. ચાલુ વર્ષે પ્રતિ વર્ષની જેમ તારીખ 21 ના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા સરપંચ ઇન્દ્રવદન ભાઈ લીમ્બચીયા અને પંચાયત સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે.
What's Your Reaction?






