Nadiadમાં ખુલ્લેઆમ તલવારથી કેક કાપતો વીડિયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદમાં એક યુવક દ્વારા તલવારથી કેક કાપીને બર્થડે સેલિબ્રેશન કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ યુવકે વીડિયોમાં બિલોદરા જેલને પણ ટેગ કરી હતી. જેના કારણે પોલીસની કાર્યવાહીની શક્યતા વધી ગઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે વિકાસ યાદવ નામનો આ યુવક જાહેરમાં તલવારથી કેક કાપી રહ્યો હતો.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા ગંભીર સવાલ
આ પ્રકારની પ્રવૃત્તિથી સમાજમાં તેમજ ખાસ કરીને યુવાનોમાં, ખૌફ ફેલાવવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થતો હોય તેવું લાગી રહ્યું છે. આ વાયરલ વીડિયોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જાહેરમાં આવા હથિયારોનો ઉપયોગ કરવો એ કાયદાનો સરેઆમ ભંગ છે. પોલીસ માટે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવી અનિવાર્ય બની ગઈ છે.
બિલોદરા જેલને ટેગ કરાતાં ઉઠ્યા અનેક પ્રશ્નો
પોલીસે વીડિયોના આધારે આરોપીને ઝડપી પાડવા અને તેની સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. આ વીડિયોમાં બિલોદરા જેલને ટેગ કરવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું આ યુવકનો જેલ સાથે કોઈ સંબંધ છે? શું તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
What's Your Reaction?






