Nadiad: રૂ ભરી જતા ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી
એક્સપ્રેસ હાઈવે પર વાહનમાં આગ લાગવાનો એક વધુ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં રૂ ભરીને જતી એક ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.જો કે ડ્રાઈવરે સમયસુચકતા દાખવી હિંમતભેર પ્રથમ તો ટ્રકને સાઈડની લેનમાં કરી લીધી હતી અને બાદમાં ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.ફાયરબ્રિગેડે પણ સમયસર સ્થળ પર પહોંચી કેટલોક રૂનો જથ્થો બચાવી લીધો હતો.નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી દસેક કિલોમીટર દૂર એક ટ્રકમાં આગ લાગી હોવાની જાણ આજે બુધવારના રોજ થઈ હતી. જેથી નડિયાદથી ટીમ વોટર બાઉઝર લઈને ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રથમ તો પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકમાં રૂ ભરેલ હોવાના કારણે આગ પર કાબુ લેવામાં સમય લાગ્યો હતો. પણ ટ્રકમાં નીચેના ભાગમાં આગ લાગી હોવાથી ઘણો ખરો રૂનો જથ્થો બચાવી લેવામાં આવ્યો હતો.
![Nadiad: રૂ ભરી જતા ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી](https://epapercdn.sandesh.com/images/2025/02/06/A15vjgRPX8VupY2SGFjrdL1M9VJwgYhtOnNop1jb.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક્સપ્રેસ હાઈવે પર વાહનમાં આગ લાગવાનો એક વધુ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં રૂ ભરીને જતી એક ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.જો કે ડ્રાઈવરે સમયસુચકતા દાખવી હિંમતભેર પ્રથમ તો ટ્રકને સાઈડની લેનમાં કરી લીધી હતી અને બાદમાં ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.
ફાયરબ્રિગેડે પણ સમયસર સ્થળ પર પહોંચી કેટલોક રૂનો જથ્થો બચાવી લીધો હતો.નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી દસેક કિલોમીટર દૂર એક ટ્રકમાં આગ લાગી હોવાની જાણ આજે બુધવારના રોજ થઈ હતી. જેથી નડિયાદથી ટીમ વોટર બાઉઝર લઈને ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રથમ તો પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકમાં રૂ ભરેલ હોવાના કારણે આગ પર કાબુ લેવામાં સમય લાગ્યો હતો. પણ ટ્રકમાં નીચેના ભાગમાં આગ લાગી હોવાથી ઘણો ખરો રૂનો જથ્થો બચાવી લેવામાં આવ્યો હતો.