Nadiad : PM મોદીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા

Sep 18, 2026 - 04:30
Nadiad : PM મોદીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવાને બિરદાવવા શરૂ થયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નડિયાદ સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવા મારૂ યોગદાન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેના ભાગરૂપે ગુરૂવારે નડિયાદમાં પોલીસ પોલીસ કોમ્યુનિટી હોલ અને આયુર્વેદ કોલેજમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. આ બે કેમ્પમાં પોલીસ કર્મચારી , વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર રકતદાન કરીને સવાભાવની અનોખી મિસાલ પૂરી પાડી હતી . આ બંને કેમ્પમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ , જિલ્લા કલેકટર એન.વી . ઉપાધ્યાય સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદમાં આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને નડિયાદ કિડની હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજા હતી. આ શિબિરમાં પોલીસ કર્મચારીઓએ રકતદાન કર્યું હતું. 70 જેટલી બ્લડબેગ એકત્રિત થઇ હતી. આ ઉપરાંત નડિયાદના જે.એસ.આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે ઇન્ડિયન રેડ ક્રોસના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ રકતદાન કર્યું હતું. આ પ્રસંગે મહાવિદ્યાલય દ્વારા મહામત્યુંજય મંત્રના ઉચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. જયારે 25 વર્ષ સેવા સમર્પણની થીમ પર આકર્ષણક રંગોળી પણ દોરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અભિયાન અને ભજન સ્પર્ધા યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાજન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત રકતદાન કેમ્પમાં ધારાસભ્ય પંકજ દેસાઇ,જિલ્લા કલેકટર એન.વી .ઉપાધ્યાય , જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર , જિલ્લા પોલીસ વડા વિજય પટેલ ,મહા ગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન અનુપભાઇ દેસાઇ સહિત મહાનુભવોના હસ્તે રકતદાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0