Ahmedabad : ભાડજમાં ગેરકાયદેસર હુક્કાબાર પર સોલા પોલીસનો દરોડો, COPTA એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Sep 17, 2026 - 23:30
Ahmedabad : ભાડજમાં ગેરકાયદેસર હુક્કાબાર પર સોલા પોલીસનો દરોડો, COPTA એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ભાડજ વિસ્તારમાં સુપર સિટી રોડ પર આવેલા ‘ધ વિન્ટેજ બ્રુ કાફે’માં સોલા પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર હુક્કાબારની પ્રવૃત્તિ ઝડપી પાડી છે. કેફેમાં હર્બલ ફ્લેવરના નામે નિકોટિનયુક્ત તમાકુવાળા હુક્કા પીવડાવવામાં આવતા હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

બાતમીના આધારે કેફેમાં રેડ

સોલા પોલીસને મળેલી બાતમીના આધારે પંચો સાથે કેફેમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કેફેમાંથી હુક્કા, ફિલ્ટર અને ફ્લેવરના ડબ્બા સહિત કુલ ₹6,020નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

7 હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે

પોલીસે કાર્યવાહી દરમિયાન 7 હુક્કા, 7 ફિલ્ટર અને ફ્લેવરના ડબ્બા સહિતનો સામાન કબજે કર્યો હતો. કેફેમાં ગ્રાહકોને કાયદેસર હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટિનયુક્ત તમાકુવાળા હુક્કા પીવડાવવામાં આવતા હોવાની શંકા આધારે તપાસ હાથ ધરાઈ છે.

સંચાલકની અટકાયત

સમગ્ર મામલે પોલીસે કેફેના સંચાલક હર્ષ ચેતનભાઈ પટેલ, ઉંમર 27,ની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં કેફે હર્ષ પટેલ અને તેના ભાગીદાર વિશાલ રબારી દ્વારા ભાડે રાખીને ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.COPTA એક્ટ હેઠળ ગુનો

આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે COPTA એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેફેમાં ગેરકાયદેસર હુક્કાબારની પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ ચાલુ છે. 


આ પણ વાંચો    :    Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0