Nadiad: સરદાર પટેલ સ્ટેચ્યૂ પાસે ધર્મશાળામાં આગ

નડિયાદના સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવેલ એક પાન હાઉસની બાજુમાં આવેલ વર્ષો જૂની ધર્મશાળામાં આજે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભીડભાડભર્યા વિસ્તારમાં આગના બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા.નડિયાદ ફાયરબ્રિગેડે આગને કાબુમાં લેતા આસપાસના દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ધર્મશાળામાં મુકેલ એક દુકાનનો સ્ટોક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદથી દસ કિલોમીટર દૂર એક રૂ ભરેલ ટ્રકમાં ગઈકાલે આગ ભભૂકી ઉઠી હતી. બાદ આજરોજ નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલ એક પાન હાઉસની નજીક વર્ષો જૂની બાબર ધર્મશાળા આવેલી છે. આજે ગુરુવારે સવારના સમયે અચાનક ગોડાઉનમાં આગ લાગી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જો કે પરિસ્થિતિ એવી હતી કે ધર્મશાળા ઘણી જૂની હતી, અને તેમાં પ્રવેશ- નિષેધ માટે માત્ર એકજ દરવાજો હોવાના કારણે આગ બૂઝાવવી મુશ્કેલ બની ગઈ હતી. જો કે ફાયરબ્રિગેડના સ્ટાફે દરવાજો તોડીને અંદર પ્રવેશી જીવના જોખમે લગભગ અડધા કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો સમયસર આગ કાબુમાં ન આવત તો આસપાસની દુકાનોને પણ આગથી નુકશાન પહોંચતું તેમ નડિયાદ ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. આ બાબર ધર્મશાળા એક એન.આર.આઈ.ની છે અને તેણે થોડાક સમય પહેલાં જ સંતરામ મંદિરને દાનમાં આપી દીધી છે. ધર્મશાળાની બાજુમાં એક પાન હાઉસ આવેલ હોય, તેઓ તેમનો પાન મસાલાનો જથ્થો ધર્મશાળામાં રાખતા હતા, જે આગમાં સળગી ગયો હતો તેમ ફાયર વિભાગના દિક્ષીતભાઈ પટેલે જણાવ્યું હતું.

Nadiad: સરદાર પટેલ સ્ટેચ્યૂ પાસે ધર્મશાળામાં આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદના સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવેલ એક પાન હાઉસની બાજુમાં આવેલ વર્ષો જૂની ધર્મશાળામાં આજે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભીડભાડભર્યા વિસ્તારમાં આગના બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા.

નડિયાદ ફાયરબ્રિગેડે આગને કાબુમાં લેતા આસપાસના દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ધર્મશાળામાં મુકેલ એક દુકાનનો સ્ટોક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદથી દસ કિલોમીટર દૂર એક રૂ ભરેલ ટ્રકમાં ગઈકાલે આગ ભભૂકી ઉઠી હતી. બાદ આજરોજ નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલ એક પાન હાઉસની નજીક વર્ષો જૂની બાબર ધર્મશાળા આવેલી છે. આજે ગુરુવારે સવારના સમયે અચાનક ગોડાઉનમાં આગ લાગી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જો કે પરિસ્થિતિ એવી હતી કે ધર્મશાળા ઘણી જૂની હતી, અને તેમાં પ્રવેશ- નિષેધ માટે માત્ર એકજ દરવાજો હોવાના કારણે આગ બૂઝાવવી મુશ્કેલ બની ગઈ હતી. જો કે ફાયરબ્રિગેડના સ્ટાફે દરવાજો તોડીને અંદર પ્રવેશી જીવના જોખમે લગભગ અડધા કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો સમયસર આગ કાબુમાં ન આવત તો આસપાસની દુકાનોને પણ આગથી નુકશાન પહોંચતું તેમ નડિયાદ ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. આ બાબર ધર્મશાળા એક એન.આર.આઈ.ની છે અને તેણે થોડાક સમય પહેલાં જ સંતરામ મંદિરને દાનમાં આપી દીધી છે. ધર્મશાળાની બાજુમાં એક પાન હાઉસ આવેલ હોય, તેઓ તેમનો પાન મસાલાનો જથ્થો ધર્મશાળામાં રાખતા હતા, જે આગમાં સળગી ગયો હતો તેમ ફાયર વિભાગના દિક્ષીતભાઈ પટેલે જણાવ્યું હતું.