Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR

Oct 17, 2026 - 14:00
Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી મહાનગરપાલિકામાં સામે આવેલા ચર્ચાસ્પદ બોગસ બિલ કૌભાંડ સંદર્ભે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મનપાના કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કામોની સમીક્ષા સાથે બોગસ બિલ કૌભાંડ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી અને મેયરે સ્પષ્ટ જાહેરાત કરી છે કે ગેરરીતિમાં સંડોવાયેલા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચલાવી સીધા કાનૂની પગલાં ભરીને ફોજદારી કેસ નોંધવામાં આવશે.

સમગ્ર તપાસ માટે ખાસ કમિટીની કરાઈ રચના 

રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે બોગસ બિલ કૌભાંડની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જો 700ના બદલે 1700 કામો દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવી હશે તો તેની એક-એક વિગત તપાસવામાં આવશે. મંત્રીએ મનપાના વહીવટમાં સફાઈ આપતા ઉમેર્યું હતું કે, "અમારા તમામ 52 કોર્પોરેટરો સંપૂર્ણપણે ક્લિન છે અને હું પોતે મંત્રી તરીકે પણ ક્લિન છું." તેથી કોઈ અધિકારી કે કર્મચારી ગેરરીતિમાં સામેલ હશે તો તેની સામે સખત કાર્યવાહી નક્કી છે.

Bogus bill scam in Morbi Municipal Corporation

મેયર ઉત્તમ સુરાણીનું વલણ અને કાનૂની કાર્યવાહી

સંકલન બેઠક બાદ મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે મહાનગરપાલિકાના વિકાસ કાર્યોમાં પારદર્શિતા જાળવવી પ્રથમ પ્રાથમિકતા છે. બોગસ બિલ કૌભાંડમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જે પણ દોષિત સાબિત થશે તેમની સામે કાયદાકીય કલમો હેઠળ ફોજદારી ફરિયાદ (FIR) દાખલ કરાશે. હાલ તમામ બિલ અને કામગીરીના ચોપડાઓની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0