Morbi જિલ્લામાં 3.14 લાખ હેક્ટરના પાક ઉપર જોખમ, ખેતરોમાં પાણી જ પાણી

મોરબી જિલ્લામાં 3.14 લાખ હેકટરના પાક ઉપર જોખમવરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા પીપળીયાથી માળીયા તરફના ખેતરોમાં ચારે બાજુ પાણી જ પાણી સમગ્ર રાજ્યને છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ઘમરોળ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સ્થિતિ વણસી છે અને દરેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ખેતીના પાક પર મોટુ જોખમ તોળાઈ રહ્યું છે. 3.14 લાખ હેકટર જમીનના પાક ઉપર જોખમ રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને સમગ્ર જિલ્લો જળ મગ્ન બન્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં ખેતીના પાક પર પણ જોખમ છે. જિલ્લાની 3.14 લાખ હેકટર જમીનના પાક ઉપર જોખમ જોવા મળી રહ્યું છે. કારણ કે જિલ્લાભરમાં વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે અને પીપળીયાથી માળીયા તરફના ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતોને તેમના પાકને મોટું નુકસાન થવાની આશંકા છે. મોરબીના ઢવાણા દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને CM રાહત ફંડમાંથી 4 લાખની કરાશે સહાય ઉલ્લેખનીય છે કે મોરબીમાં હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને CM રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય કરવામાં આવશે, જેની જાહેરાત મોરબીના પ્રભારી અને મંત્રી પ્રફૂલ પાનસેરિયા દ્વારા કરવામાં આવી છે. ઢવાણા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 17 લોકો વરસાદી પાણીમાં તણાયા હતા, જો કે તેમાં 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ તમને જણાવી દઈએ કે રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, શહેરના રૈયા રોડ પર રસ્તા પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વહેલી સવારથી રાજકોટમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

Morbi જિલ્લામાં 3.14 લાખ હેક્ટરના પાક ઉપર જોખમ, ખેતરોમાં પાણી જ પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરબી જિલ્લામાં 3.14 લાખ હેકટરના પાક ઉપર જોખમ
  • વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા
  • પીપળીયાથી માળીયા તરફના ખેતરોમાં ચારે બાજુ પાણી જ પાણી

સમગ્ર રાજ્યને છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ઘમરોળ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સ્થિતિ વણસી છે અને દરેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ખેતીના પાક પર મોટુ જોખમ તોળાઈ રહ્યું છે.

3.14 લાખ હેકટર જમીનના પાક ઉપર જોખમ

રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને સમગ્ર જિલ્લો જળ મગ્ન બન્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં ખેતીના પાક પર પણ જોખમ છે. જિલ્લાની 3.14 લાખ હેકટર જમીનના પાક ઉપર જોખમ જોવા મળી રહ્યું છે. કારણ કે જિલ્લાભરમાં વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે અને પીપળીયાથી માળીયા તરફના ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતોને તેમના પાકને મોટું નુકસાન થવાની આશંકા છે.

મોરબીના ઢવાણા દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને CM રાહત ફંડમાંથી 4 લાખની કરાશે સહાય

ઉલ્લેખનીય છે કે મોરબીમાં હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને CM રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય કરવામાં આવશે, જેની જાહેરાત મોરબીના પ્રભારી અને મંત્રી પ્રફૂલ પાનસેરિયા દ્વારા કરવામાં આવી છે. ઢવાણા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 17 લોકો વરસાદી પાણીમાં તણાયા હતા, જો કે તેમાં 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

તમને જણાવી દઈએ કે રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, શહેરના રૈયા રોડ પર રસ્તા પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વહેલી સવારથી રાજકોટમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.