વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સુપર બ્રેડ નામની શોપમાંથી સડેલો પફ નીકળ્યો

Vadodara : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહક દ્વારા લગાડવામાં આવ્યો છે. ગ્રાહકનું મીડિયાને કહેવું છે કે, આ પફ સુંઘતા જ તેમને ઉબકા આવી ગયા હતા. જો આ પફ તેમના પેટમાં ગયો હોત તો શું હાલત થાત ? આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતા તેણે ગ્રાહક જોડે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કર્યું હતું. જેથી ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને લોકોને આ ઘટનાથી અવગત કરાવ્યા હતા.વડોદરામાં પૈસા ખર્ચ્યા બાદ પણ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ગ્રાહકને વળગાડવામાં આવતા હોવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સુપર બ્રેડ નામની શોપમાંથી સડેલો પફ નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહક દ્વારા લગાડવામાં આવ્યો છે. ગ્રાહકનું મીડિયાને કહેવું છે કે, આ પફ સુંઘતા જ તેમને ઉબકા આવી ગયા હતા. જો આ પફ તેમના પેટમાં ગયો હોત તો શું હાલત થાત ? આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતા તેણે ગ્રાહક જોડે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કર્યું હતું. જેથી ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને લોકોને આ ઘટનાથી અવગત કરાવ્યા હતા.

વડોદરામાં પૈસા ખર્ચ્યા બાદ પણ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ગ્રાહકને વળગાડવામાં આવતા હોવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.