Patanમાં ખનીજ માફિયાઓ પર દરોડા, 5.5 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત
પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ખનીજ માફિયાઓ પર પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને રૂપિયા 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન જપ્ત કર્યું છે.કંબોઈનો વિક્રમસિંહ સોલંકી ગેરકાયદે ખનન કરતો હતો તમને જણાવી દઈએ કે કોઈપણ જાતની લીઝની પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ સરકારની રોયલ્ટી ચોરી કરતા હતા. ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ ચાલુ છે, ત્યારે આશરે 10 લાખનો દંડ ખનીજ માફિયાઓને ફટકારવામાં આવશે. કંબોઈ ગામના વિક્રમસિંહ સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને મળતી કરોડો રૂપિયાની રકમની સીધી જ ચોરી કરવામાં આવતી હતી. થોડા દિવસ પહેલા ઉનામાંથી ખનીજ ચોરી પકડાઈ હતી થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ હતી. ઉના તાલુકાના ખડા ગામેથી ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. 4 ટ્રેક્ટર અને 4 ટ્રોલી સહિત આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંખરવાડા, ખડા, સિમર બીચથી રોજ બેફામ દરિયાઈ રેતીની ચોરી થાય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર 4 ટ્રેક્ટર પકડીને સંતોષ માન્યો હતો. પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 60 લાખનો મુદ્દામાલ કરાયો હતો જપ્ત આ સિવાય પણ થોડા દિવસ અગાઉ જ પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરતા 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજને બાતમી મળી હતી કે ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલાસામાન સાથે ઝડપી પાડ્યા હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતી ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
![Patanમાં ખનીજ માફિયાઓ પર દરોડા, 5.5 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત](https://epapercdn.sandesh.com/images/2025/02/13/N3xJ0n66TL0ciR4qjUyMS8wbiI5tO9XUxnSjLaT4.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ખનીજ માફિયાઓ પર પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને રૂપિયા 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન જપ્ત કર્યું છે.
કંબોઈનો વિક્રમસિંહ સોલંકી ગેરકાયદે ખનન કરતો હતો
તમને જણાવી દઈએ કે કોઈપણ જાતની લીઝની પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ સરકારની રોયલ્ટી ચોરી કરતા હતા. ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ ચાલુ છે, ત્યારે આશરે 10 લાખનો દંડ ખનીજ માફિયાઓને ફટકારવામાં આવશે. કંબોઈ ગામના વિક્રમસિંહ સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને મળતી કરોડો રૂપિયાની રકમની સીધી જ ચોરી કરવામાં આવતી હતી.
થોડા દિવસ પહેલા ઉનામાંથી ખનીજ ચોરી પકડાઈ હતી
થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ હતી. ઉના તાલુકાના ખડા ગામેથી ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. 4 ટ્રેક્ટર અને 4 ટ્રોલી સહિત આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંખરવાડા, ખડા, સિમર બીચથી રોજ બેફામ દરિયાઈ રેતીની ચોરી થાય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર 4 ટ્રેક્ટર પકડીને સંતોષ માન્યો હતો.
પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 60 લાખનો મુદ્દામાલ કરાયો હતો જપ્ત
આ સિવાય પણ થોડા દિવસ અગાઉ જ પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરતા 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજને બાતમી મળી હતી કે ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલાસામાન સાથે ઝડપી પાડ્યા હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતી ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.