Mehsanaના કડીમાં રૂ.8 કરોડની ઠગાઈ કેસમાં શિક્ષક દંપતીના 4 દિવસના રિમાન્ડ થયા મંજૂર

Oct 12, 2025 - 01:00
Mehsanaના કડીમાં રૂ.8 કરોડની ઠગાઈ કેસમાં શિક્ષક દંપતીના 4 દિવસના રિમાન્ડ થયા મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક જ વ્યક્તિ સાથે રૂ.8 કરોડથી વધુની માતબર રકમની ઠગાઈ આચરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઠગાઈના આરોપી શિક્ષક દંપતી કનૈયાલાલ પટેલ અને સુધાબેન પટેલની ધરપકડ બાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શિક્ષક દંપતી લોકોને લોભામણી લાલચો આપીને છેતરતું હતું. તેમની મોડસ ઓપરેન્ડીમાં મિલકત ખરીદવાના નામે રોકાણ કરાવવાનું સામે આવ્યું છે.

કોર્ટે દંપતીના 4 દિવસના રિમાન્ડ મંજૂર 

દંપતી અલગ-અલગ સ્થળો પર મિટિંગોનું આયોજન કરીને લોકોને વિશ્વાસમાં લેતા અને તેમને ઊંચા વળતરની લાલચ આપીને નાણાં પડાવતા હતા. એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને તેમની સાથે રૂ.8 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ સમક્ષ દંપતીના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ ભરત પટેલની સચોટ દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે દંપતીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શિક્ષક દંપતીની સઘન પૂછપરછ કરાશે

રિમાન્ડ દરમિયાન પોલીસ હવે આ ઠગાઈના મૂળ સુધી પહોંચવા માટે શિક્ષક દંપતીની સઘન પૂછપરછ કરશે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છેતરપિંડીના આ નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ સંડોવાયેલું છે કે કેમ અને દંપતીએ અન્ય કેટલા ભોળવાયેલા લોકોને શિકાર બનાવ્યા છે તે અંગેની માહિતી મેળવવાનો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0