Mehsana News : રાજકીય સભામાં પાકીટચોર ઝડપાતા લોકોએ ચખાડયો મેથીપાક

મહેસાણાની રાજકીયસભાના કાર્યક્રમમાં પાકીટ ચોર ઝડપાયો ભાષા સેલની સભામાં લોકોના પાકીટ ચોરાયા લોકોએ આરોપીને ઝડપી પોલીસને સોપ્યો મહેસાણાના GIDC હોલમાં રાજકીય સભા ચાલી રહી હતી તે દરમિયાન એક પાકીટચોરને લોકોએ ઝડપ્યો હતો,આ ચોર પાસેથી મોબાઈલ અને પાકીટ મળી આવતા લોકોએ તેને મેથીપાક ચખાડયો હતો,અને પોલીસને સોંપ્યો. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથધરવામાં આવી હતી,ત્યારે પોલીસે હજી ગુનો નોંધ્યો છે કે નહી કે પછી તપાસમાં કઈ ખુલાસા થયા છે કે નહી તેને કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.ત્યારે રાજકીય સભા કે કોઈ પણ જાહેર કાર્યકમમાં લોકોએ પણ પોતાની સાથે જે વસ્તુઓ છે તેનું ધ્યાન રાખવું જોઈએ. જૂનાગઢમાં 25 દિવસ પહેલા જાહેરમાં વકીલનો ફોન ચોરાયો જૂનાગઢ કોર્ટ આસપાસ પણ મોબાઈલ ચોર ટોળકી સક્રિય હોવાનું સામે આવ્યું હતુ. ચીફ કોર્ટના ગેઇટ નજીકથી એક વકીલનો રૂપિયા 70,000ની કિંમતનો મોબાઇલ ફોન ચોરાઈ જતા ચકચાર મચી ગઈ હતી.વકીલ વાતચીત કરીને રોડ ક્રોસ કરી એન્ટ્રી ગેઇટથી જુનાગઢ ચીફ કોર્ટના ગેઇટ પાસે પહોંચતા ભીડનો લાભ લઈ અજાણ્યો શખ્સ વકીલ સાથે અથડાઈને તેના શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરીને નાસી ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટુ ડિટેકશન ચોરાયેલ ફોનને લઈ અમદાવાદમાં જેમનો મોબાઈલ ચોરાયો કે ગુમ થયો હોય તેમને માટે રાહત, 20 લાખના ફોન મળ્યાં હતા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને જેમાં મોબાઈલ ચોરવા માટે આ ચોરોને 25000ની સેલેરી પણ મળતી હતી. એક ખાસ મોડસ ઓપરેન્ડીથી બન્ને મોબાઈલની ચોરી કરતાં હતા. ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઈલ ચોરને ઝડપ્યાં હતા જેમની પાસેથી 20 લાખના મોબાઈલ મળ્યાં હતા.આ ચોરોની વાત કરીએ તો,અવિનાશ મહાતો અને શ્યામ કુર્મી નામના બન્ને ભાઈઓ ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરી કરતા હતા. તેમાંથી એક વ્યક્તિનું ધ્યાન ભટકાવી દેતો હતો, તો બીજો મોબાઈલ ચોરીને ભાગી જતો હતો. આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને રાજકોટમાં ફોન ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો. પોલીસે આ વિસ્તારોમાં મોબાઈલ ચોરીના 19 ગુના નોંધ્યા હતા.   

Mehsana News : રાજકીય સભામાં પાકીટચોર ઝડપાતા લોકોએ ચખાડયો મેથીપાક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણાની રાજકીયસભાના કાર્યક્રમમાં પાકીટ ચોર ઝડપાયો
  • ભાષા સેલની સભામાં લોકોના પાકીટ ચોરાયા
  • લોકોએ આરોપીને ઝડપી પોલીસને સોપ્યો

મહેસાણાના GIDC હોલમાં રાજકીય સભા ચાલી રહી હતી તે દરમિયાન એક પાકીટચોરને લોકોએ ઝડપ્યો હતો,આ ચોર પાસેથી મોબાઈલ અને પાકીટ મળી આવતા લોકોએ તેને મેથીપાક ચખાડયો હતો,અને પોલીસને સોંપ્યો.

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથધરવામાં આવી હતી,ત્યારે પોલીસે હજી ગુનો નોંધ્યો છે કે નહી કે પછી તપાસમાં કઈ ખુલાસા થયા છે કે નહી તેને કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.ત્યારે રાજકીય સભા કે કોઈ પણ જાહેર કાર્યકમમાં લોકોએ પણ પોતાની સાથે જે વસ્તુઓ છે તેનું ધ્યાન રાખવું જોઈએ.

જૂનાગઢમાં 25 દિવસ પહેલા જાહેરમાં વકીલનો ફોન ચોરાયો

જૂનાગઢ કોર્ટ આસપાસ પણ મોબાઈલ ચોર ટોળકી સક્રિય હોવાનું સામે આવ્યું હતુ. ચીફ કોર્ટના ગેઇટ નજીકથી એક વકીલનો રૂપિયા 70,000ની કિંમતનો મોબાઇલ ફોન ચોરાઈ જતા ચકચાર મચી ગઈ હતી.વકીલ વાતચીત કરીને રોડ ક્રોસ કરી એન્ટ્રી ગેઇટથી જુનાગઢ ચીફ કોર્ટના ગેઇટ પાસે પહોંચતા ભીડનો લાભ લઈ અજાણ્યો શખ્સ વકીલ સાથે અથડાઈને તેના શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરીને નાસી ગયો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટુ ડિટેકશન ચોરાયેલ ફોનને લઈ

અમદાવાદમાં જેમનો મોબાઈલ ચોરાયો કે ગુમ થયો હોય તેમને માટે રાહત, 20 લાખના ફોન મળ્યાં હતા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને જેમાં મોબાઈલ ચોરવા માટે આ ચોરોને 25000ની સેલેરી પણ મળતી હતી. એક ખાસ મોડસ ઓપરેન્ડીથી બન્ને મોબાઈલની ચોરી કરતાં હતા. ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઈલ ચોરને ઝડપ્યાં હતા જેમની પાસેથી 20 લાખના મોબાઈલ મળ્યાં હતા.આ ચોરોની વાત કરીએ તો,અવિનાશ મહાતો અને શ્યામ કુર્મી નામના બન્ને ભાઈઓ ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરી કરતા હતા. તેમાંથી એક વ્યક્તિનું ધ્યાન ભટકાવી દેતો હતો, તો બીજો મોબાઈલ ચોરીને ભાગી જતો હતો. આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને રાજકોટમાં ફોન ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો. પોલીસે આ વિસ્તારોમાં મોબાઈલ ચોરીના 19 ગુના નોંધ્યા હતા.