Mehsana News: ઊર્જા મંત્રીના તાલુકામાં જ વીજ ધાંધિયાં! નવરાત્રિ ટાણે વીજ કાપથી ગ્રામજનો ત્રાહિમામ

Oct 14, 2026 - 23:30
Mehsana News: ઊર્જા મંત્રીના તાલુકામાં જ વીજ ધાંધિયાં! નવરાત્રિ ટાણે વીજ કાપથી ગ્રામજનો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર ગુજરાતમાં જ્યારે નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તહેવારના માહોલ વચ્ચે અચાનક શરૂ થયેલા અસહ્ય વીજ કાપના કારણે ગામલોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને સાંજના સમયે ગરબા અને પૂજા-પાઠના સમયે જ લાઈટો જતી રહેતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઊર્જા મંત્રીના જ તાલુકામાં દરરોજ લાઈટ ગુલ અને ટ્રિપિંગ

આશ્ચર્યની વાત તો એ છે કે, આ સમસ્યા ખુદ રાજ્યના ઊર્જા મંત્રીના પોતાના જ વિસનગર તાલુકામાં સર્જાઈ રહી છે. વિસનગર તાલુકાના મગરોડા, દઢીયાર અને કમાણા જેવા ગામોમાં અવારનવાર વીજળી ગુલ થવાની ઘટનાઓ સામે આવી છે. સાંજે 06:00 થી 08:00 વાગ્યાના મહત્વના સમયગાળા દરમિયાન જ લાઈટ જવાની અને 3 થી 4 વાર વીજ ટ્રિપિંગ થવાની સમસ્યાથી ગામડાઓમાં ચારેય બાજુ અંધારપટ છવાઈ જાય છે.

દૂધ મંડળીઓમાં લાઈટો ન હોવાથી લાગી લાંબી લાઈનો

સાંજના સમયે પશુપાલકો માટે દૂધ ભરાવવાનો મુખ્ય સમય હોય છે, પરંતુ વીજ કાપના કારણે દૂધ મંડળીઓમાં લાઈટો ન હોવાથી પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મંડળીઓમાં અંધારપટ અને કમ્પ્યુટર-મશીન બંધ રહેવાના કારણે દૂધ ભરવા માટે પશુપાલકોની લાંબી લાઈનો લાગી રહી છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર અને વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યા છે.

Mehsana News: Power Cuts During Navratri in Visnagar, Mehsana | Energy Minister Region Outage

તહેવાર ટાણે ગ્રામજનોની તંત્ર સમક્ષ ઉગ્ર માગ

નવરાત્રિ જેવા ઉત્સવના સમયે ગામડાઓમાં અંધારપટ છવાઈ જવાથી લોકો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી પણ નથી કરી શકતા. ગ્રામજનો દ્વારા વીજ વિભાગ અને તંત્ર સામે વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને નિયમિત વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Mehsana News: ફૂડ વિભાગનો સપાટો, 20 સ્થળોની ચકાસણી કરાઈ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0