Mehsana: યુદ્ધની ઊંઝાના વેપાર પર ઘેરી અસર, 300 કરોડના જીરા-વરિયાળીના સોદા અટવાયા

Mar 12, 2026 - 15:00
Mehsana: યુદ્ધની ઊંઝાના વેપાર પર ઘેરી અસર, 300 કરોડના જીરા-વરિયાળીના સોદા અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર ગુજરાતના અબજોના ટર્નઓવર ધરાવતા ઊંઝા માર્કેટ યાર્ડના વેપાર પર પડી છે. મસાલાના હબ ગણાતા ઊંઝાના વેપારીઓની નિકાસ પ્રક્રિયા અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે કરોડો રૂપિયાના જીરા અને વરિયાળીના સોદા અધવચ્ચે અટવાઈ ગયા છે.

300 કરોડના નાણાં રોકાયા

યુદ્ધને કારણે દરિયાઈ માર્ગે નિકાસ કરવામાં આવતા માલ પર મોટું સંકટ તોળાયું છે. અત્યારે ઊંઝાના વેપારીઓના અંદાજે ૨૦૦ થી ૨૫૦ જેટલા કન્ટેનરો દરિયાઈ માર્ગે અટવાઈ પડ્યા છે. આ કન્ટેનરોમાં રહેલા જીરા અને વરિયાળીના જથ્થાને લીધે વેપારીઓના અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફસાઈ ગઈ છે, જેના કારણે વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ છે.

વીમા કંપનીઓની પીછેહઠ

શિપિંગ ભાડામાં તોતિંગ વધારો અને વીમા કંપનીઓની પીછેહઠ નિકાસકારો માટે અત્યારે બેવડી મુસીબત ઊભી થઈ છે. જે શિપિંગ ભાડું અગાઉ 1500 ડોલર હતું, તે વધીને હવે 4500 થી 5000 ડોલર સુધી પહોંચી ગયું છે. આટલો મોટો ખર્ચ ઉઠાવવો વેપારીઓ માટે આર્થિક રીતે અશક્ય બની રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિને જોતા વીમા કંપનીઓએ આ માર્ગે થતી નિકાસ માટે વીમો આપવા બાબતે હાથ ઊંચા કરી દીધા છે. વીમો ન મળવાને કારણે નિકાસ કરવી અત્યારે જોખમી અને અશક્ય બની રહી છે.ઊંઝાના વેપાર જગતમાં ફફડાટ

ઊંઝાના મસાલા ઉદ્યોગ માટે આ સ્થિતિ ખૂબ જ કપરી છે. જો સ્થિતિ સામાન્ય નહીં થાય, તો વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. નિકાસ ઠપ્પ થવાને કારણે હવે સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Vadodara: ગાજરવાડી વિસ્તારમાં બોગસ તબીબનો પર્દાફાશ, ડિગ્રી વગર એલોપેથી દવાઓ સાથે ધવલ કવાડ ઝડપાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0