Anand: KAMC દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કરમસદ આણંદ મહપાલિકા દ્વારા વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણી કરમસદ ખાતે અખંડ ભારત ઉદ્યાનમાં વૃક્ષારોપણ તથા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સૌએ સંકલ્પબદ્ધ બની વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે આણંદ જિલ્લા પ્રભારી અને મહેસુલ મંત્રી સંજયસિંહ મહિડા, આણંદ જિલ્લા પ્રમુખ સંજયભાઇ પટેલ, ઉપ પ્રમુખ સુનિત પટેલ, મહામંત્રી જગત પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, મેયર દિપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મયુર સુથાર, કમિશ્નર આર એન ડોડિયા, કરમસદ શહેર સંગઠન પ્રમુખ મૃણાલ પટેલ, વિદ્યાનગર શહેર સંગઠન પ્રમુખ ચિરાગ પટેલ, આણંદ શહેર મહામંત્રી હિરેન પટેલ, મનપાના કોર્પોરેટરો-અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પર્યાવરણનું જતન, વૃક્ષોના સંવર્ધન તથા સ્વચ્છ અને હરિયાળુ વાતાવરણ જાળવવા અપિલ કરવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ સાથે પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. પર્યાવરણ સંરક્ષણને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને વાવેલા વૃક્ષોનું નિયમિત સંભાળ રાખવા અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે પર્યાવરણનું સંરક્ષણ એ માત્ર એક બે દિવસ પૂરતું મર્યાદિત ન રહે પરંતુ દરેક નાગરિકના દૈનિક જીવનનો એક ભાગ બનવું જોઇએ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

