Mehsanaના ખેરાલુમાં સમાધાન કરાવવા મુદ્દે કોર્પોરેટર પર ધોકા અને છૂટા પથ્થરમારાથી હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં નગરપાલિકાના કોર્પોરેટર ચેતનજી ઠાકોર પર લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના આશરે પોણા અગિયાર વાગ્યાના સુમારે ખેરાલુમાં એચ.ડી.એફ.સી. બેંક સામેના રોડ પર ચેતનજી ઠાકોર પોતાના મિત્ર મેહુલજી ઠાકોર સાથે એક્ટિવા લઈને નીકળ્યા હતા. તે દરમિયાન આરોપીઓ જહીરખાન અને તોકીર એક્ટિવા પર આવ્યા હતા અને અગાઉ સમાધાન કરાવવા મુદ્દે ઝઘડો કરીને માર માર્યો હતો.
ડાબા પગના ઢીંચણ, માથા અને બરડા પર ફટકા, પથ્થરમારો
આરોપીઓએ ‘તું કેમ વચ્ચે પડી સમાધાન કરાવેલ છે, તું દાદા થઈ ગયેલ છે?’ તેમ કહી બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે ડાબા પગના ઢીંચણ, માથાના પાછળના ભાગે તેમજ બરડાના ભાગે ફટકા માર્યા હતા. આ ઉપરાંત અન્ય બે અજાણ્યા ઈસમોએ દૂરથી છૂટા પથ્થર માર્યા હતા તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તડીપાર આરોપી ખુલ્લેઆમ ફરતો હોવાની ચર્ચા, ખેરાલુ પોલીસમાં ફરિયાદ
આરોપી જહીરખાન તડીપાર હોવા છતાં વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતો હોવાની બાબત સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા જાગી છે. સમગ્ર મામલે જહીરખાન, તોકીર અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

