Mehsanaના ઉંટવામાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે આવ્યા બાદ લીધું અંતિમ પગલું

મહેસાણાના ઉંટવામાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિની શાળાએથી ઘરે આવી અને રૂમમાં જઈ બારણું બાંધ કરી ગળે ફાંસો ખાધો. 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી. પોલીસ વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી. કિશોરીએ કરી આત્મહત્યાકડીના ઉંટવા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરીએ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. 16 વર્ષીય કિશોરી શાળાએથી ઘરે પરત આવ્યા બાદ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ. કિશોરી ઘરે આવી ત્યારે માતા પણ ઘરમાં હતી. દીકરીએ રૂમ બંધ કરતાં માતાને લાગ્યું કે દીકરી થાકી હોવાથી થોડીવાર આરામ કરવા દઉં. પણ માતાને ખબર જ ના રહી કે દીકરી થોડીવાર નહીં પરતું કાયમ માટે આરામના સફર પર નીકળી હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા છતાં ના ખોલતાં માતાને ફાળ પાડી. અને લોકોની મદદથી દરવાજો ખોલ્યો. ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ માતા પણ આઘાતમાં સરી પડી. કારણ કે ધોરણ-10માં ભણતી તેમની દિકરીએ શાળાએથી પરત આવ્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસ કરશે તપાસરાજ્યમાં થોડા જ સમયમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાશે. ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રિ-બોર્ડની પરીક્ષા લેવાઈ. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે. જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડમાં પેપર આપી વખતે કોઈ દબાણ ના રહે તેમજ પરીક્ષાની પ્રકિયાથી સંપૂર્ણપણે માહિતગાર થાય. છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીના અભાવે દબાણ અનુભવતા નાપાસ થવાના ડરે આત્મહત્યાનું પગલું ભરે છે. ઉંટવાની ધોરણ-10માં ભણતી 16 વર્ષીય કિશોરીએ કયા કારણસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ તપાસ હાથ ધરશે.

Mehsanaના ઉંટવામાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે આવ્યા બાદ લીધું અંતિમ પગલું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના ઉંટવામાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિની શાળાએથી ઘરે આવી અને રૂમમાં જઈ બારણું બાંધ કરી ગળે ફાંસો ખાધો. 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી. પોલીસ વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી.

કિશોરીએ કરી આત્મહત્યા

કડીના ઉંટવા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરીએ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. 16 વર્ષીય કિશોરી શાળાએથી ઘરે પરત આવ્યા બાદ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ. કિશોરી ઘરે આવી ત્યારે માતા પણ ઘરમાં હતી. દીકરીએ રૂમ બંધ કરતાં માતાને લાગ્યું કે દીકરી થાકી હોવાથી થોડીવાર આરામ કરવા દઉં. પણ માતાને ખબર જ ના રહી કે દીકરી થોડીવાર નહીં પરતું કાયમ માટે આરામના સફર પર નીકળી હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા છતાં ના ખોલતાં માતાને ફાળ પાડી. અને લોકોની મદદથી દરવાજો ખોલ્યો. ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ માતા પણ આઘાતમાં સરી પડી. કારણ કે ધોરણ-10માં ભણતી તેમની દિકરીએ શાળાએથી પરત આવ્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

પોલીસ કરશે તપાસ

રાજ્યમાં થોડા જ સમયમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાશે. ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રિ-બોર્ડની પરીક્ષા લેવાઈ. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે. જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડમાં પેપર આપી વખતે કોઈ દબાણ ના રહે તેમજ પરીક્ષાની પ્રકિયાથી સંપૂર્ણપણે માહિતગાર થાય. છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીના અભાવે દબાણ અનુભવતા નાપાસ થવાના ડરે આત્મહત્યાનું પગલું ભરે છે. ઉંટવાની ધોરણ-10માં ભણતી 16 વર્ષીય કિશોરીએ કયા કારણસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ તપાસ હાથ ધરશે.