Mayabhai Ahirને હોસ્પિટલમાંથી અપાઈ રજા, કહ્યું, એકદમ સ્વસ્થ છુ

Feb 13, 2025 - 13:30
Mayabhai Ahirને હોસ્પિટલમાંથી અપાઈ રજા, કહ્યું, એકદમ સ્વસ્થ છુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમવારે એટલે કે 10 તારીખની રાત્રે મહેસાણાના એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બે દિવસ બાદ માયાભાઈ આહીરની તબિયત બરોબર થઈ જતા આજે સવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી,માયાભાઈ આહીરે કહ્યું કે,હું એકદમ સ્વસ્થય છું અને તેમણે તમામ સમર્થકોનો આભાર પણ માન્યો હતો.

માયાભાઇને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી

સોમવારે રાત્રે કડી તાલુકાના ઝુલાસણ ગામે માયાભાઈ આહીરનો ડાયરો હતો. તેઓ સ્ટેજ પર જાય તે પહેલા તેમને એટેક આવ્યો હતો. આથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ડો. તેજસ પટેલના નિરિક્ષણ હેઠળ તેઓ હતા. રજા બાદ માયાભાઈ આહીરે કહ્યું હતું કે એપેક્સ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું. આથી દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતા કરવા જેવું નથી.

બે દિવસ અગાઉ માયાભાઈની તબિયતને લઈ શું કહ્યું હતું ડોકટરે

માયાભાઈની તબિયતને લઈને ડૉક્ટર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, 'માયાભાઈ હોસ્પિટલ આવ્યા ત્યારે એકદમ ક્રિટિકલ હાર્ટ અટેકવાળી સ્થિતિ હતી. લગભગ રાતના 12:30 વાગ્યા હતા અને 1 વાગતા અમે એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂક્યું અને જે બ્લોકેજ હતું તે ક્લિઅર થઈ ગયું છે. હવે તેમની સ્થિતિ ખૂબ જ સારી છે અને રિકવરી પણ આવી ગઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0