Mahesana : કિશોરીઓએ પોષણ શપથ લીધા,HB ક્વિન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્ણા દિવસ અંતર્ગત કિશોરીઓએ પોષણ શપથ સાથે આરોગ્ય પ્રવૃત્તિઓ, હરીફાઈઓ અને પોષણ અંગે માર્ગદર્શન મેળવ્યું.
આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત મહેસાણા હેઠળ કાર્યરત પૂર્ણા યોજના અંતર્ગત માસના ચોથા મંગળવારે મહેસાણા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર પોષણ ઉત્સવ થીમ આધારિત પૂર્ણા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિશોરીઓએ ઉત્સાહપૂર્વક પોષણ શપથ લીધા હતા. કિશોરીઓ દ્વારા સ્વાસ્થ્ય અને પોષણને લગતા સૂત્રોચ્ચાર, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ વિશેષ HBક્વીન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓએ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ખાદ્ય જૂથો જેવા કે કઠોળ, અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી તથા વિટામિન-Aયુક્ત (પીળા અને કેસરી રંગના) ફ્ળો અને શાકભાજીનો ઉપયોગ કરીને સુંદર રંગોળીઓ બનાવી હતી.
આ ઉપરાંત, પૂર્ણા શક્તિનાTHR (ટેક હોમ રાશન) પેકેટમાંથી લાઈવ રસોઈ બનાવી પોષ્ટિક વાનગી નિદર્શનની સ્પર્ધા યોજવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો દ્વારા કિશોરીઓની ઊંચાઈ અને વજન માપીને BMI (બોડીમાસ ઈન્ડેક્સ)ની ચકાસણીકરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે કિશોરીઓ અને ઉપસ્થિત વાલીઓ સાથે પોષણ ભી, પઢાઈ ભી મુદ્દા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ રીતે કિશોરીઓને યોગ્ય પોષણ અને સારા સ્વાસ્થ્ય અંગે સઘન પરામર્શ (કાઉન્સેલિંગ) આપી મહેસાણા જિલ્લામાં પૂર્ણા દિવસની સફ્ળ ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

