Ahmedabad News: બાપુનગરમાં ઈનોવા કાર સળગાવનારો ઝડપાયો, જયંતી ઝાલાને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન!

Nov 28, 2026 - 01:30
Ahmedabad News: બાપુનગરમાં ઈનોવા કાર સળગાવનારો ઝડપાયો, જયંતી ઝાલાને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં અસામાજિક તત્વો દ્વારા વાહન સળગાવવાની બનેલી ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. બાપુનગર વિસ્તારમાં એક ફેક્ટરી પાસે પાર્ક કરવામાં આવેલી ઈનોવા કારને કોઈ અજાણ્યા શખ્સે આગ ચાંપી દીધી હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

CCTV ફૂટેજના આધારે આરોપી જયંતી બાલી ઝાલાની ધરપકડ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાપુનગર પોલીસ સ્ટેશનની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે પોલીસે કાર સળગાવનારો મુખ્ય આરોપી જયંતી બાલી ઝાલાને ઓળખી કાઢી તેની ધરપકડ કરી લીધી છે.


પોલીસે આરોપીને કરાવ્યું કાયદાનું ભાન, વધુ તપાસ શરૂ

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને બરાબરનું કાયદાનું ભાન કરાવ્યું હતું, જેથી ભવિષ્યમાં કોઈ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા વિચાર કરે. આરોપીએ કયા કારણોસર ઈનોવા કારને આગ લગાવી હતી અને તેની પાછળ કોઈ જૂની અદાવત હતી કે, કેમ તે દિશામાં બાપુનગર પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Ahmedabad Metro: ફેઝ-1નું છેલ્લું સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન શરૂ થશે, તમામ 32 સ્ટેશન કાર્યરત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0