Loksabha Elections 2024 : પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને લખ્યો પત્ર

પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને લખ્યો પત્ર પત્ર લખી નરેન્દ્ર મોદીને સમર્થન આપવા કરી અપીલ ક્ષત્રિય સમાજ કોઈ વાદ-વિવાદમાં માનતો નથીઃ પ્રદીપસિંહ વાઘેલાભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને એક પત્ર લખી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે,જેમાં પ્રદીપસિંહે સમાજને અપીલ કરી છે કે,ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન કરે,આ સાથે જ તેમણે જણાવ્યુ કે PMના નેતૃત્વ માટે ભાજપને સમર્થન કરવા અપીલ કરી છે. પ્રદિપસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યુ છે કે ક્ષત્રિય કોઈ વાદવિવાદમાં માનતા નથી. PM મોદી ભારતનું સાંસ્કૃતિક પુનઃ જાગરણ કરી રહ્યા છે. સનાતન ધર્મની વિચારધારાને મજબૂત બનાવી છે. ભાજપ અને વડાપ્રધાન મોદીની સાથે રહેવુએ આપણી નૈતિક ફરજ હોવાનું પણ જણાવ્યુ છે. નરેન્દ્ર મોદીને સમર્થન આપવું એ આપણી નૈતિક જવાબદારીઃ પ્રદીપસિંહ રાહુલ ગાંધીના નિવેદનને લઈને અત્યારે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે,ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ આપ સૌને વિનમ્રતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ અને બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે. જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા- ભોમની રક્ષા માટે આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. આપણા પૂર્વજોના ત્યાગમય જીવન માટે, તેમની ઉચ્ચ ભાવના માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. અત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે કોના સંતાનો છીએ? આપણા પૂર્વજો કોણ હતા ? આપણે કેવી ભવ્ય પરંપરાના વારસદાર છીએ? પ્રખર રાષ્ટ્રભક્ત માનનિય નરેન્દ્ર મોદીને સમર્થન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે. પત્રમા કરી છે સમર્થનની વાત આ સાથે સાથે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન વચ્ચે પીએમ મોદીને સમર્થન આપતા પત્રમાં લખ્યું કે, કેસરી-ભગવો રંગએ આપણા ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આપણા સૌના હદયમાં પણ ભગવો બિરાજમાન છે. મને સંપૂર્ણ શ્રધ્ધા છે કે મારો ક્ષત્રિય સમાજ નાની- મોટી ભૂલોને ભૂલીને આ કેસરી રંગની રક્ષા માટે, પોતાના વિસ્તારમાંથી કમળને ચૂંટીને આ દેશ માટે તેનું ઋણ અદા કરશે. માન. નરેન્દ્રભાઈ મોદીનું સમર્થન કરી આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આગળ વધીએ.

Loksabha Elections 2024 : પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને લખ્યો પત્ર
  • પત્ર લખી નરેન્દ્ર મોદીને સમર્થન આપવા કરી અપીલ
  • ક્ષત્રિય સમાજ કોઈ વાદ-વિવાદમાં માનતો નથીઃ પ્રદીપસિંહ વાઘેલા

ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને એક પત્ર લખી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે,જેમાં પ્રદીપસિંહે સમાજને અપીલ કરી છે કે,ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન કરે,આ સાથે જ તેમણે જણાવ્યુ કે PMના નેતૃત્વ માટે ભાજપને સમર્થન કરવા અપીલ કરી છે. પ્રદિપસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યુ છે કે ક્ષત્રિય કોઈ વાદવિવાદમાં માનતા નથી. PM મોદી ભારતનું સાંસ્કૃતિક પુનઃ જાગરણ કરી રહ્યા છે. સનાતન ધર્મની વિચારધારાને મજબૂત બનાવી છે. ભાજપ અને વડાપ્રધાન મોદીની સાથે રહેવુએ આપણી નૈતિક ફરજ હોવાનું પણ જણાવ્યુ છે.

નરેન્દ્ર મોદીને સમર્થન આપવું એ આપણી નૈતિક જવાબદારીઃ પ્રદીપસિંહ

રાહુલ ગાંધીના નિવેદનને લઈને અત્યારે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે,ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ આપ સૌને વિનમ્રતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ અને બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે. જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા- ભોમની રક્ષા માટે આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. આપણા પૂર્વજોના ત્યાગમય જીવન માટે, તેમની ઉચ્ચ ભાવના માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. અત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે કોના સંતાનો છીએ? આપણા પૂર્વજો કોણ હતા ? આપણે કેવી ભવ્ય પરંપરાના વારસદાર છીએ? પ્રખર રાષ્ટ્રભક્ત માનનિય નરેન્દ્ર મોદીને સમર્થન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે.


પત્રમા કરી છે સમર્થનની વાત

આ સાથે સાથે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન વચ્ચે પીએમ મોદીને સમર્થન આપતા પત્રમાં લખ્યું કે, કેસરી-ભગવો રંગએ આપણા ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આપણા સૌના હદયમાં પણ ભગવો બિરાજમાન છે. મને સંપૂર્ણ શ્રધ્ધા છે કે મારો ક્ષત્રિય સમાજ નાની- મોટી ભૂલોને ભૂલીને આ કેસરી રંગની રક્ષા માટે, પોતાના વિસ્તારમાંથી કમળને ચૂંટીને આ દેશ માટે તેનું ઋણ અદા કરશે. માન. નરેન્દ્રભાઈ મોદીનું સમર્થન કરી આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આગળ વધીએ.