Loksabha Election Results 2024: ભરૂચમાં મનસુખ વસાવાનો ભવ્ય વિજય, જાણો રાજકીય સમીકરણ

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો દબદબો યથાવતભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની ભવ્ય જીતમનસુખ વસાવાની ભવ્ય જીતને લઇ કાર્યકરોમાં ભારે ઉત્સાહભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો દબદબો યથાવત છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત થઇ છે. જેની સામે AAP નેતા ચૈતર વસાવાની કારમી હાર થઇ છે. ભરૂચની જનતાએ 6 વખતના સાંસદ મનસુખ વસાવા પર ભરોસો અકબંધ રાખ્યો છે.કોણ છે મનસુખ વસાવા?મનસુખભાઈ ધનજીભાઈ વસાવાનો જન્મ 1 જૂન, 1957માં નર્મદા જિલ્લાના જૂનારાજ ગામે થયો હતો. તેમણે બીએ, એમએસડબલ્યુનો અભ્યાસ કરેલો છે. મનસુખ વસાવા છેલ્લી છ ટર્મથી ભરૂચથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. મનસુખ વસાવાની રાજકીય સફરભાજપના સાંસદ ચંદુભાઈ દેશમુખનું અવસાન થતાં ભરૂચ લોકસભાની પેટાચૂંટણી યોજાઈ હતી અને મનસુખ વસાવાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ભાજપની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.અને એ રીતે 1998માં ભરૂચ બેઠકથી સાંસદ બન્યા હતા અને ત્યારથી તેઓ સતત અહીંથી ચૂંટાતા આવ્યા છે. તો અગાઉ 1995 રાજપીપળા (એસ.સી. અનામત) સીટ પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હતા. જોકે 2019માં ફરી વાર કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું નહોતું.ભરૂચ લોકસભા બેઠક 2019 પરિણામ ભરૂચ બેઠક પર 2019 ના પરિણામની વાત કરીએ તો, ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 6,37,795 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણને 3,03,581 મત મળ્યા હતા. આ બાજુ બીટીપીના છોટુ વસાવાને 1,44,083 ટકા મત મળ્યા હતા.         ઉમેદવાર              પાર્ટી           કેટલા મત મળ્યા        જીત-હાર મનસુખ વસાવા    ભાજપ          6,37,795                       જીત શેરખાન પઠાણ     કોંગ્રેસ          3,03,581                       હાર છોટુ વસાવા         બીટીપી         1,44,083                       હાર NOTA                –                 6,321                            – ભરૂચ લોકસભા બેઠક 2014 પરિણામ ભરૂચની લોકસભા બેઠક પર 2014 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 5,48,902 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર જયેશભાઈ પટેલને 3,95,629 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના અનિલ ભગતને 49,289 ટકા મત મળ્યા હતા.         ઉમેદવાર               પાર્ટી      કેટલા મત મળ્યા     જીત-હાર મનસુખ વસાવા     ભાજપ      5,48,902           જીત જયેશભાઈ પટેલ     કોંગ્રેસ      3,95,629           હાર અનિલ ભગત        જેડી(યુ)   49,289               હાર NOTA                 –          23,615                  – ભરૂચ લોકસભા બેઠક 2009 પરિણામ ભરૂચની લોકસભા બેઠક પર 2009 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 311,018 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર અઝિઝ ટંકારવી ને 283,787 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના છોટુ વસાવાને 63,660 ટકા મત મળ્યા હતા.           ઉમેદવાર                 પાર્ટી         કેટલા મત મળ્યા   જીત-હાર મનસુખ વસાવા        ભાજપ      311,018             જીત અઝિઝ ટંકારવી         કોંગ્રેસ     283,787            હાર છોટુ વસાવા              જેડી(યુ)   63,660             હાર ભરૂચ લોકસભા બેઠક ઈતિહાસ લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો, 1957 થી અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી અહીં યોજાઈ છે. જેમાં સાત વખત કોંગ્રેસ તો 10 વખત ભાજપના ઉમેદવાર ચૂંટણી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે આ બેઠક પર અંતિમ 1984માં જીતનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ 1989 થી સતત 35 વર્ષથી ભાજપ જીતતની આવી છે

Loksabha Election Results 2024: ભરૂચમાં મનસુખ વસાવાનો ભવ્ય વિજય, જાણો રાજકીય સમીકરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો દબદબો યથાવત
  • ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની ભવ્ય જીત
  • મનસુખ વસાવાની ભવ્ય જીતને લઇ કાર્યકરોમાં ભારે ઉત્સાહ

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો દબદબો યથાવત છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત થઇ છે. જેની સામે AAP નેતા ચૈતર વસાવાની કારમી હાર થઇ છે. ભરૂચની જનતાએ 6 વખતના સાંસદ મનસુખ વસાવા પર ભરોસો અકબંધ રાખ્યો છે.

કોણ છે મનસુખ વસાવા?

મનસુખભાઈ ધનજીભાઈ વસાવાનો જન્મ 1 જૂન, 1957માં નર્મદા જિલ્લાના જૂનારાજ ગામે થયો હતો. તેમણે બીએ, એમએસડબલ્યુનો અભ્યાસ કરેલો છે. મનસુખ વસાવા છેલ્લી છ ટર્મથી ભરૂચથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.

મનસુખ વસાવાની રાજકીય સફર

ભાજપના સાંસદ ચંદુભાઈ દેશમુખનું અવસાન થતાં ભરૂચ લોકસભાની પેટાચૂંટણી યોજાઈ હતી અને મનસુખ વસાવાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ભાજપની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.અને એ રીતે 1998માં ભરૂચ બેઠકથી સાંસદ બન્યા હતા અને ત્યારથી તેઓ સતત અહીંથી ચૂંટાતા આવ્યા છે. તો અગાઉ 1995 રાજપીપળા (એસ.સી. અનામત) સીટ પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હતા. જોકે 2019માં ફરી વાર કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું નહોતું.

ભરૂચ લોકસભા બેઠક 2019 પરિણામ

ભરૂચ બેઠક પર 2019 ના પરિણામની વાત કરીએ તો, ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 6,37,795 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણને 3,03,581 મત મળ્યા હતા. આ બાજુ બીટીપીના છોટુ વસાવાને 1,44,083 ટકા મત મળ્યા હતા.

        ઉમેદવાર              પાર્ટી           કેટલા મત મળ્યા        જીત-હાર

  • મનસુખ વસાવા    ભાજપ          6,37,795                       જીત
  • શેરખાન પઠાણ     કોંગ્રેસ          3,03,581                       હાર
  • છોટુ વસાવા         બીટીપી         1,44,083                       હાર
  • NOTA                –                 6,321                            –

ભરૂચ લોકસભા બેઠક 2014 પરિણામ

ભરૂચની લોકસભા બેઠક પર 2014 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 5,48,902 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર જયેશભાઈ પટેલને 3,95,629 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના અનિલ ભગતને 49,289 ટકા મત મળ્યા હતા.

        ઉમેદવાર               પાર્ટી      કેટલા મત મળ્યા     જીત-હાર

  • મનસુખ વસાવા     ભાજપ      5,48,902           જીત
  • જયેશભાઈ પટેલ     કોંગ્રેસ      3,95,629           હાર
  • અનિલ ભગત        જેડી(યુ)   49,289               હાર
  • NOTA                 –          23,615                  –

ભરૂચ લોકસભા બેઠક 2009 પરિણામ

ભરૂચની લોકસભા બેઠક પર 2009 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 311,018 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર અઝિઝ ટંકારવી ને 283,787 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના છોટુ વસાવાને 63,660 ટકા મત મળ્યા હતા.

          ઉમેદવાર                 પાર્ટી         કેટલા મત મળ્યા   જીત-હાર

  • મનસુખ વસાવા        ભાજપ      311,018             જીત
  • અઝિઝ ટંકારવી         કોંગ્રેસ     283,787            હાર
  • છોટુ વસાવા              જેડી(યુ)   63,660             હાર

ભરૂચ લોકસભા બેઠક ઈતિહાસ

લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો, 1957 થી અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી અહીં યોજાઈ છે. જેમાં સાત વખત કોંગ્રેસ તો 10 વખત ભાજપના ઉમેદવાર ચૂંટણી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે આ બેઠક પર અંતિમ 1984માં જીતનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ 1989 થી સતત 35 વર્ષથી ભાજપ જીતતની આવી છે