Lok Sabha election 2024: વડોદરામાં સરકારી કર્મચારીઓએ કર્યું મતદાન

મતદાન ફરજમાં જોડાય તે પહેલાં કર્યું મતદાન3700 સરકારીકર્મીઓનાં મતદાનનું આયોજન સૌથી વધુ સરકારી કર્મીઓ રાવપુરા વિધાનસભામાં લોકસભા ચૂંટણી 2024ને લઈને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, હાલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર હાજર રહેનાર સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં, વડોદરાના સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનમહત્વનું છે કે, ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતની વડોદરા લોકસભા બેઠકના સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. મળતી માહિતી મુજબ, વડોદરા લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાવપુરાની સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે ઊભું કરવામાં આવ્યું હતું અને સરકારી કર્મચારીઓએ અહી મતદાન કર્યું હતું.રાવપુરામાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ  સરદાર વિનય સ્કૂલ ખાતે 3700 સરકારી કર્મચારીઓને પોલિંગની ટ્રેનિંગ આપવાની સાથે સાથે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, બે સેશનમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓ મતદાનની કામગીરીની ફરજમાં જોડાય તે પહેલા જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાવપુરા વિધાનસભામાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ આવેલ છે. જેને લઈને અહી સરકારી કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Lok Sabha election 2024: વડોદરામાં સરકારી કર્મચારીઓએ કર્યું મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મતદાન ફરજમાં જોડાય તે પહેલાં કર્યું મતદાન
  • 3700 સરકારીકર્મીઓનાં મતદાનનું આયોજન
  • સૌથી વધુ સરકારી કર્મીઓ રાવપુરા વિધાનસભામાં

લોકસભા ચૂંટણી 2024ને લઈને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, હાલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર હાજર રહેનાર સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં, વડોદરાના સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું.


પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન

મહત્વનું છે કે, ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતની વડોદરા લોકસભા બેઠકના સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. મળતી માહિતી મુજબ, વડોદરા લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાવપુરાની સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે ઊભું કરવામાં આવ્યું હતું અને સરકારી કર્મચારીઓએ અહી મતદાન કર્યું હતું.

રાવપુરામાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ 

સરદાર વિનય સ્કૂલ ખાતે 3700 સરકારી કર્મચારીઓને પોલિંગની ટ્રેનિંગ આપવાની સાથે સાથે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, બે સેશનમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓ મતદાનની કામગીરીની ફરજમાં જોડાય તે પહેલા જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાવપુરા વિધાનસભામાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ આવેલ છે. જેને લઈને અહી સરકારી કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.