Lakhtar પોલીસે પોક્સોના આરોપીની ઉત્તરપ્રદેશથી કરી ધરપકડ
બંને લોકો સોશિયલ મીડિયાથી આવ્યા સંપર્કમાંલખતર તાલુકામાં યુવતીઓને ભગાડવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારે લખતર તાલુકાની એક સગીરાને યુપીનો શાહજાપુરનો યુવક રાજકોટ મજૂરી કામ કરતો હોવાથી તેઓ બંને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના સંપર્કમાં આવ્યા હતા, સંપર્કમાં બંનેને પ્રેમ થઈ જતા યુવક લખતર તાલુકાની સગીરાને લોભામણી લાલચ આપીને યુપીના શાહજાપુર ખાતે લઈ ગયો હતો.આરોપી રાજકોટ ખાતે મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું ત્યારે સગીર વયની યુવતી હોવાથી લગ્ન ના થઈ શકે તેમ છતાં બંનેએ લગ્ન કરી લીધા હતા અને તેના વાલી દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપી અને ભોગ બનનારની શોધખોળ શરૂ કરી. જેમાં આરોપી રાજકોટ ખાતે મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી સગીરાને યુપીના શાંહજહાપુર લઈ ગયો હતો ત્યારે ભોગ બનનાર સગીરા યુપીના શાહજાપુર ખાતે હોવાનું માલુમ પડતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર, કોન્સ્ટેબલ મેરૂભાઈ ખટાણા, હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ ઉણેચા, asi ક્રિષ્નાબેન અજાણી, વિલાસબેન કઠેચીયા દ્વારા તાત્કાલિક ધોરણે યુપીના શાહજાપુર પહોંચી ભોગ બનનારનો કબજો મેળવી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતી. બાદમાં રાજકોટ મજૂરી કરતા આરોપીની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ તમામ ઘટનાની હાલ તપાસ ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે, ભોગ બનનારને મેડિકલ તપાસ કરીને વધુ તજવીજ હાથ ધરાઈ છે.આરોપી 5 મહિનાથી લખતર તાલુકાની સગીરાને લઈને ફરાર થઈ ગયો તમને જણાવી દઈએ કે લખતર પોલીસ દ્વારા પોક્સોના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પોક્સોનો આરોપી છેલ્લા 5 મહિનાથી લખતર તાલુકાની સગીરાને લઈને ફરાર થઈ ગયો હતો. લખતર તાલુકાની સગીરાને લોભામણી લાલચ આપીને યુપીનો આરોપી વિશુ કુમાર ફરાર થઈ ગયો હતો, જેની ઘણી તપાસ અને શોધખોળ કર્યા બાદ લખતર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બંને લોકો સોશિયલ મીડિયાથી આવ્યા સંપર્કમાં
લખતર તાલુકામાં યુવતીઓને ભગાડવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારે લખતર તાલુકાની એક સગીરાને યુપીનો શાહજાપુરનો યુવક રાજકોટ મજૂરી કામ કરતો હોવાથી તેઓ બંને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના સંપર્કમાં આવ્યા હતા, સંપર્કમાં બંનેને પ્રેમ થઈ જતા યુવક લખતર તાલુકાની સગીરાને લોભામણી લાલચ આપીને યુપીના શાહજાપુર ખાતે લઈ ગયો હતો.
આરોપી રાજકોટ ખાતે મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું
ત્યારે સગીર વયની યુવતી હોવાથી લગ્ન ના થઈ શકે તેમ છતાં બંનેએ લગ્ન કરી લીધા હતા અને તેના વાલી દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપી અને ભોગ બનનારની શોધખોળ શરૂ કરી. જેમાં આરોપી રાજકોટ ખાતે મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપી સગીરાને યુપીના શાંહજહાપુર લઈ ગયો હતો
ત્યારે ભોગ બનનાર સગીરા યુપીના શાહજાપુર ખાતે હોવાનું માલુમ પડતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર, કોન્સ્ટેબલ મેરૂભાઈ ખટાણા, હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ ઉણેચા, asi ક્રિષ્નાબેન અજાણી, વિલાસબેન કઠેચીયા દ્વારા તાત્કાલિક ધોરણે યુપીના શાહજાપુર પહોંચી ભોગ બનનારનો કબજો મેળવી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતી. બાદમાં રાજકોટ મજૂરી કરતા આરોપીની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ તમામ ઘટનાની હાલ તપાસ ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે, ભોગ બનનારને મેડિકલ તપાસ કરીને વધુ તજવીજ હાથ ધરાઈ છે.
આરોપી 5 મહિનાથી લખતર તાલુકાની સગીરાને લઈને ફરાર થઈ ગયો
તમને જણાવી દઈએ કે લખતર પોલીસ દ્વારા પોક્સોના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પોક્સોનો આરોપી છેલ્લા 5 મહિનાથી લખતર તાલુકાની સગીરાને લઈને ફરાર થઈ ગયો હતો. લખતર તાલુકાની સગીરાને લોભામણી લાલચ આપીને યુપીનો આરોપી વિશુ કુમાર ફરાર થઈ ગયો હતો, જેની ઘણી તપાસ અને શોધખોળ કર્યા બાદ લખતર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.