Kutch: મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને બુટલેગરનો સાથ ભારે પડ્યો

હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા નીતા ચૌધરી અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે નીતા વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી કચ્છનાં ભચાઉ નજીક તાજેતરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો છે. હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે. જાણો શું હતી સમગ્ર ઘટના ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાંક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે સફેદ રંગની થારને પકડી પાડી હતી. જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બેઠી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસ કર્યો હતો અને થાર ગાડી ભાગવી મૂકી હતી. બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો. કાર્યવાહી દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી હતી. નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે. તેની ફરજનું મૂળ સ્થળ ગાંધીધામ છે, પરંતુ ડેપ્યુટેશનથી CID ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી. અગાઉ LCB પર તેને ડયૂટી આપવામાં આવી હતી. નીતા ચૌધરી ભચાઉમાં CID બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે પરંતુ સોશિયલ મીડિયામાં પર ભારે લોકપ્રિયતા મેળવી છે. મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં રહેતી હોય છે, તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે. નીતા ચૌધરીને બુટલેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના 42000 જેટલા ફોલોવર્સ હતા જ્યારે આજે 84,000 થી પણ વધારે ફોલોવર્સ થઈ ચૂક્યા છે, તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે.

Kutch: મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને બુટલેગરનો સાથ ભારે પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા
  • નીતા ચૌધરી અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે
  • નીતા વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી

કચ્છનાં ભચાઉ નજીક તાજેતરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો છે. હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે.


જાણો શું હતી સમગ્ર ઘટના

ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાંક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે સફેદ રંગની થારને પકડી પાડી હતી. જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બેઠી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસ કર્યો હતો અને થાર ગાડી ભાગવી મૂકી હતી. બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો. કાર્યવાહી દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી હતી.


નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી

નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે. તેની ફરજનું મૂળ સ્થળ ગાંધીધામ છે, પરંતુ ડેપ્યુટેશનથી CID ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી. અગાઉ LCB પર તેને ડયૂટી આપવામાં આવી હતી. નીતા ચૌધરી ભચાઉમાં CID બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે પરંતુ સોશિયલ મીડિયામાં પર ભારે લોકપ્રિયતા મેળવી છે. મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં રહેતી હોય છે, તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે. નીતા ચૌધરીને બુટલેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના 42000 જેટલા ફોલોવર્સ હતા જ્યારે આજે 84,000 થી પણ વધારે ફોલોવર્સ થઈ ચૂક્યા છે, તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે.