સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કર્મીઓ અને તેમના પરિવારજનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

તબીબોની સલાહ મુજબ વિનામૂલ્યે દવાઓ અપાઈઅમદાવાદની હોસ્પિટલ દ્વારા 100થી વધુ લોકોનું બ્લડ એકત્ર કરાયુ હતુ આ તકે રેંજ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ વેલ્ફેરના ભાગરૂપે બ્લડનું કલેકશન કરાયુ હતુ. જેના રીપોર્ટ આવતા તબીબોની સલાહ મુજબ વિનામૂલ્યે દવાઓ અપાઈ હતી. આ તકે રેંજ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાના માર્ગદર્શનથી ઝાલાવાડ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટના સહયોગથી અગાઉ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો માટે મેડીકલ કેમ્પ યોજાયો હતો. જયારે ગત તા. 15મીએ સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ ટ્રેનીંગ સેન્ટર ખાતે ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા ટીઆરબી જવાન અને મીડિયા કર્મીઓ માટે બ્લડ કલેકશન કેમ્પ યોજાયો હતો. જેમાં અમદાવાદની હોસ્પિટલ દ્વારા 100થી વધુ લોકોનું બ્લડ એકત્ર કરાયુ હતુ. આ બ્લડના વિવિધ રીપોર્ટ આવ્યા બાદ ગુરૂવારે સાંજે સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે નિષ્ણાત ડોકટર્સના રીપોર્ટના આધારે માર્ગદર્શન અપાયુ હતુ. આ તકે રેંજ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા, ટેકનીકલ સેલના પીએસઆઈ અનીલ નાયર, ટ્રાફીક પીએસઆઈ એલ.બી.બગડા, હોસ્પિટલના ડીન ડો. રીનાબેન ગઢવી, ડો. રૂપમ ગુપ્તા, ડો. શ્યામ શાહ, ઝાલાવાડ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટના રાહુલ થાનકી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કર્મીઓ અને તેમના પરિવારજનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તબીબોની સલાહ મુજબ વિનામૂલ્યે દવાઓ અપાઈ
  • અમદાવાદની હોસ્પિટલ દ્વારા 100થી વધુ લોકોનું બ્લડ એકત્ર કરાયુ હતુ
  • આ તકે રેંજ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ વેલ્ફેરના ભાગરૂપે બ્લડનું કલેકશન કરાયુ હતુ. જેના રીપોર્ટ આવતા તબીબોની સલાહ મુજબ વિનામૂલ્યે દવાઓ અપાઈ હતી. આ તકે રેંજ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાના માર્ગદર્શનથી ઝાલાવાડ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટના સહયોગથી અગાઉ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો માટે મેડીકલ કેમ્પ યોજાયો હતો. જયારે ગત તા. 15મીએ સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ ટ્રેનીંગ સેન્ટર ખાતે ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા ટીઆરબી જવાન અને મીડિયા કર્મીઓ માટે બ્લડ કલેકશન કેમ્પ યોજાયો હતો. જેમાં અમદાવાદની હોસ્પિટલ દ્વારા 100થી વધુ લોકોનું બ્લડ એકત્ર કરાયુ હતુ. આ બ્લડના વિવિધ રીપોર્ટ આવ્યા બાદ ગુરૂવારે સાંજે સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે નિષ્ણાત ડોકટર્સના રીપોર્ટના આધારે માર્ગદર્શન અપાયુ હતુ. આ તકે રેંજ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા, ટેકનીકલ સેલના પીએસઆઈ અનીલ નાયર, ટ્રાફીક પીએસઆઈ એલ.બી.બગડા, હોસ્પિટલના ડીન ડો. રીનાબેન ગઢવી, ડો. રૂપમ ગુપ્તા, ડો. શ્યામ શાહ, ઝાલાવાડ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટના રાહુલ થાનકી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.