Rajkot અગ્નિકાંડમાં ATPO રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો,રેકર્ડમા કરી હતી છેડછાડ

સાગઠિયાને બચાવવા રેકર્ડમાં છેડછાડ કર્યા હતા અત્યાર સુધી RMCના 8 અધિકારીઓ સસ્પેન્ડ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ રાજકોટ અગ્નિકાંડ કેસમાં એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો છે,આ અધિકારી દ્રારા મનસુખ સાગઠિયાના કહેવાથી રેકર્ડમાં છેડછાડ કરવામાં આવી હતી અને તેની ભૂલ હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરાયો છે,અત્યાર સુધી 8 અધિકારીઓને ઘરભેગા કરાયા છે. SIT ટીમ બધા જ પુરાવા એકત્ર કરી તપાસ કરી રહી છે રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટો ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે SITએ RMCના બે અધિકારીની ધરપકડ કરી હતી. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગ્નિકાંડ બાદ RMCની TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે આ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. મનસુખ સાગઠિયા મુખ્ય કલાકાર સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. ત્યારે અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધના ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ ધનાભાઈ સાગઠીયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વીનટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરતા રૂપિયા 3 કરોડ રોકડ અને સોનાચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા છે. આ રૂ. 28 કરોડનો ભ્રષ્ટાચાર સત્તાવાર ખુલ્લો પડયો છે. હાઈકોર્ટે પણ કહ્યું સરખી તપાસ કરો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં દાખલ કરાયેલ કેસ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિનો ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જે મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારને સીધો સવાલ કરતાં સીટ રિપોર્ટ માગ્યો હતો અને આગામી મુદતે સીટ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.

Rajkot અગ્નિકાંડમાં ATPO રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો,રેકર્ડમા કરી હતી છેડછાડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાગઠિયાને બચાવવા રેકર્ડમાં છેડછાડ કર્યા હતા
  • અત્યાર સુધી RMCના 8 અધિકારીઓ સસ્પેન્ડ
  • અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો છે,આ અધિકારી દ્રારા મનસુખ સાગઠિયાના કહેવાથી રેકર્ડમાં છેડછાડ કરવામાં આવી હતી અને તેની ભૂલ હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરાયો છે,અત્યાર સુધી 8 અધિકારીઓને ઘરભેગા કરાયા છે.

SIT ટીમ બધા જ પુરાવા એકત્ર કરી તપાસ કરી રહી છે

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટો ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે SITએ RMCના બે અધિકારીની ધરપકડ કરી હતી. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગ્નિકાંડ બાદ RMCની TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે આ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મનસુખ સાગઠિયા મુખ્ય કલાકાર

સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. ત્યારે અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધના ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ ધનાભાઈ સાગઠીયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વીનટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરતા રૂપિયા 3 કરોડ રોકડ અને સોનાચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા છે. આ રૂ. 28 કરોડનો ભ્રષ્ટાચાર સત્તાવાર ખુલ્લો પડયો છે.

હાઈકોર્ટે પણ કહ્યું સરખી તપાસ કરો

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં દાખલ કરાયેલ કેસ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિનો ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જે મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારને સીધો સવાલ કરતાં સીટ રિપોર્ટ માગ્યો હતો અને આગામી મુદતે સીટ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.