Kutch News: જખૌના દરિયાઈ વિસ્તારમાંથી BSFને ફરી માદક પદાર્થના 10 પેકેટ મળ્યા

જખૌ પાસેથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા BSFને પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી 192થી વધુ પેકેટ જપ્તસરહદી વિસ્તાર કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે સવારે જખૌ પાસેથી BSFના જવાનોને દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આ 10 જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.છેલ્લાં 14 દિવસમાં જખૌ વિસ્તારમાંથી બીએસએફને 192થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. હજુ પણ BSF અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે, અને દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.આ તમામ તપાસ દરમિયાન મળી આવતા પેકેટને જોતા હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છની દરિયાઇ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમાવ સુધી પોહચે છે. સ્ટેટ આઇબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Kutch News: જખૌના દરિયાઈ વિસ્તારમાંથી BSFને ફરી માદક પદાર્થના 10 પેકેટ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જખૌ પાસેથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા
  • BSFને પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
  • અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી 192થી વધુ પેકેટ જપ્ત

સરહદી વિસ્તાર કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે સવારે જખૌ પાસેથી BSFના જવાનોને દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આ 10 જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

છેલ્લાં 14 દિવસમાં જખૌ વિસ્તારમાંથી બીએસએફને 192થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. હજુ પણ BSF અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે, અને દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

આ તમામ તપાસ દરમિયાન મળી આવતા પેકેટને જોતા હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છની દરિયાઇ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમાવ સુધી પોહચે છે. સ્ટેટ આઇબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.