Kutch News : કચ્છના રાપરમાં પોષડોડા અને ગાંજાની ખેતી ઝડપાઈ, 3 આરોપીની કરાઈ ધરપકડ

Feb 25, 2026 - 12:00
Kutch News : કચ્છના રાપરમાં પોષડોડા અને ગાંજાની ખેતી ઝડપાઈ, 3 આરોપીની કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના રાપરમાં પોષડોડા,ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, ભીમાસર ગામે બે એકરમાં પોષડોડા અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને અંદાજી પોલીસે કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

કચ્છના રાપરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ

રાપર તાલુકા માંથી પોષડોડા અને ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ભુજ બોર્ડર રેન્જ સાયબર સેલની કાર્યવાહી સામે આવી છે, ભીમાસર ગામની સીમમાંથી બે એકરમાં પોષડોડા અને ગાંજોનું વાવેતર ઝડપાયું છે અને ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી છે, અન્ય કેટલા શખ્સો છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

15 ફેબ્રુઆરી 2026ના રોજ ગેરકાયદેસર પોષડોડાનું વેચાણ કરતા 2 શખ્સ ઝડપાયા

કચ્છના ગાંધીધામમાં માદક પદાર્થ સાથે બે ઝડપાયા હતા અને પૂર્વ કચ્છ SOG પોલીસે કરી કાર્યવાહી, SOG પોલીસે પોષડોડા સાથે આરોપીને ઝડપી પાડયા હતા, આરોપી પાસેથી 9.183 કિલો ગ્રામ પોષડોડા મળ્યા છે અને આરોપી હોટલમાં ગેરકાયદેસર પોષડોડાનું વેચાણ કરતો હતો અને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Ahmedabad News : વાંકી વળેલી કરોડરજ્જુને મળી સ્મિતની સીધી રેખા, ઇન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પમાં 7 બાળકને મળી નવી જિંદગી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0