Kutchના સામાખીયાળીમા ડોકટરના સ્ટાફના અભાવને લઈ સ્થાનિકોએ PHC સેન્ટર પર કર્યો હોબાળો

સામખીયાળી ગામે PHC સેન્ટર પર હલ્લાબોલ ડોકટર અને ઘટતા સ્ટાફને લઈ લોકોને હાલાકી સ્થાનિકો અને અગ્રણીઓએ પીએચસી સેન્ટરનો કર્યો ઘેરાવ કચ્છના સામખીયાળી ગામે પીએચસી સેન્ટરમાં ડોકટરના સ્ટાફના અભાવે સ્થાનિકોએ પીએચસી સેન્ટર પર જઈ હોબાળો કર્યો હતો,પીએચસી સેન્ટરમાં ડોકટર નહી હોવા અને ડોકટરની ઘટનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે,તંત્રને અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા તંત્ર આંખ આળા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.આજે ગામના સ્થાનિકોએ ભેગા મળીને હોબાળો કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા લાગી હતી. સ્થાનિકોએ તાળાબંધીની ઉચ્ચારી ચિમકી કચ્છના સામખીયાળી ગામે પીએચસી સેન્ટર આવેલુ છે આ સેન્ટરમાં રોજના ઘણા લોકો સારવારે લેવા આવતા હોય છે,આસપાસના ગામો વચ્ચે એક પીએચસી સેન્ટર હોવાથી દર્દીઓની લાઈનો જોવા મળે છે,વહેલી સવારથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે ઘણીવાર ડોકટર ના હોય તો ઘણીવાર એક ડોકટર હોવાથી સમયસર સારવાર નહી મળતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે.આજે વહેલી સવારથી સ્થાનિકોએ ભેગા મળીને હોબાળો કર્યો અને પીએચસી સેન્ટરને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા રોશ સ્થાનિકોનું કહેવું છે કે,પીએચસી સેન્ટરમાં ડોકટરો આવતા નથી અને ડોકટરોની ઘટ છે તેને લઈ અવાર-નવાર ધરાસભ્યને પણ રજૂઆત કરી છે,તેમ છત્તા કોઈ પરિણામ આવ્યું નથી,સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.આસપાસના ગામના લોકોમાં કોઈની પણ તબિયત બગડે તો તેમને સારવાર હેઠળ પીએચસી સેન્ટર પર લાવવામાં આવતા હોય છે ત્યારે તંત્રની બેદરકારી ગણો કે ડોકટરની આળસ ગણો,લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે અને સમય પ્રમાણે સારવાર પણ મળતી નથી. હાલ વરસાદની સિઝન હોવાથી રોગચાળો વધ્યો છે ગુજરાતમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે તેની વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉંચકયુ છે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે,બીજી તરફ સારવાર લેવા દર્દીઓ દૂર દૂરથી આવે ત્યારે ડોકટર નહી હોવાથી સારવાર મળતી નથી જેના કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે,ત્યારે અગામી સમયમાં જો ડોકટરની ઘટ નહી પૂરાય અને ડોકટર પીએચસી સેન્ટરમાં નહી હોય તો તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.  

Kutchના સામાખીયાળીમા ડોકટરના સ્ટાફના અભાવને લઈ સ્થાનિકોએ PHC સેન્ટર પર કર્યો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સામખીયાળી ગામે PHC સેન્ટર પર હલ્લાબોલ
  • ડોકટર અને ઘટતા સ્ટાફને લઈ લોકોને હાલાકી
  • સ્થાનિકો અને અગ્રણીઓએ પીએચસી સેન્ટરનો કર્યો ઘેરાવ

કચ્છના સામખીયાળી ગામે પીએચસી સેન્ટરમાં ડોકટરના સ્ટાફના અભાવે સ્થાનિકોએ પીએચસી સેન્ટર પર જઈ હોબાળો કર્યો હતો,પીએચસી સેન્ટરમાં ડોકટર નહી હોવા અને ડોકટરની ઘટનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે,તંત્રને અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા તંત્ર આંખ આળા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.આજે ગામના સ્થાનિકોએ ભેગા મળીને હોબાળો કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા લાગી હતી.

સ્થાનિકોએ તાળાબંધીની ઉચ્ચારી ચિમકી

કચ્છના સામખીયાળી ગામે પીએચસી સેન્ટર આવેલુ છે આ સેન્ટરમાં રોજના ઘણા લોકો સારવારે લેવા આવતા હોય છે,આસપાસના ગામો વચ્ચે એક પીએચસી સેન્ટર હોવાથી દર્દીઓની લાઈનો જોવા મળે છે,વહેલી સવારથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે ઘણીવાર ડોકટર ના હોય તો ઘણીવાર એક ડોકટર હોવાથી સમયસર સારવાર નહી મળતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે.આજે વહેલી સવારથી સ્થાનિકોએ ભેગા મળીને હોબાળો કર્યો અને પીએચસી સેન્ટરને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.


અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા રોશ

સ્થાનિકોનું કહેવું છે કે,પીએચસી સેન્ટરમાં ડોકટરો આવતા નથી અને ડોકટરોની ઘટ છે તેને લઈ અવાર-નવાર ધરાસભ્યને પણ રજૂઆત કરી છે,તેમ છત્તા કોઈ પરિણામ આવ્યું નથી,સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.આસપાસના ગામના લોકોમાં કોઈની પણ તબિયત બગડે તો તેમને સારવાર હેઠળ પીએચસી સેન્ટર પર લાવવામાં આવતા હોય છે ત્યારે તંત્રની બેદરકારી ગણો કે ડોકટરની આળસ ગણો,લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે અને સમય પ્રમાણે સારવાર પણ મળતી નથી.

હાલ વરસાદની સિઝન હોવાથી રોગચાળો વધ્યો છે

ગુજરાતમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે તેની વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉંચકયુ છે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે,બીજી તરફ સારવાર લેવા દર્દીઓ દૂર દૂરથી આવે ત્યારે ડોકટર નહી હોવાથી સારવાર મળતી નથી જેના કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે,ત્યારે અગામી સમયમાં જો ડોકટરની ઘટ નહી પૂરાય અને ડોકટર પીએચસી સેન્ટરમાં નહી હોય તો તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.