Vadodaraના ડભોઈના કરણેટમાં ઓરસંગ નદીમા રેતીખનન થતા સરપંચ પહોંચ્યા કલેકટર ઓફીસ

ડભોઈના કરણેટમાં ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં સરપંચ મોતીભાઈના વડોદરા કલેક્ટર કચેરીએ ધામા સરપંચ અને સ્થાનિકો દ્વારા રેતીખનનો ઉગ્ર વિરોધ વડોદરાના ડભોઈના કરણેટ ગામમાથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનના આક્ષેપને લઈ સરપંચ તેમજ ગામના સ્થાનિકો વડોદરા કલેકટર કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે,સરપંચનો આક્ષેપ છે કે રેતીને લઈ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે,અગાઉ પણ ખાણ ખનીજ વિભાગને આ બાબતને લઈ રજૂઆત કરી હતી તેમ છત્તા તંત્ર દ્રારા કોઈ નિરાકરણ આવ્યું નથી. બ્રિજના દેખાયા પાયા નદીમાં રેતી ખનને લઈ ડભોઈથી સંખેડાને જોડતા બ્રિજના પાયા દેખાયા છે તેવો આક્ષેપ સરપંચ કરી રહ્યાં છે,બ્રિજ નીચેથી રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરી રહ્યાં છે.નગરપાલિકાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રેતી ખનનથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે,જાણે ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યુ છે. ગામમા ટ્રક આવે છે તેવા વીડિયો પણ છે ગામના સરપંચનો આક્ષેપ છે કે,ગામમાં ટ્રક આવે છે અને ટ્રક રેતી ભરીને જતો હોય છે તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ કર્યા છે,સવાર સાંજ આ ટ્રક ગામમાંથી પસાર થાય છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે,ઘણીવાર ભારે વરસાદ પડતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે,તો ખાડા ઉંડા થઈ ગયા હોવાથી અને નદીમાં પાણી હોવાથી કયારેક ગામમાં પૂર પણ આવી શકે છે. આંદોલનની ઉચ્ચારી ચિમકી રેતી ખનને લઈ ગામના સરપંચ અને સ્થાનિકો ઉગ્ર જોવા મળ્યા છે,ત્યારે કલેકટરને મળી તેમણે તેમની રજૂઆત કરી હતી,સ્થાનિકોનો આક્ષેપ છે કે,અગામી સમયમાં જો રેતી ખનન બંધ નહી થાય તો આંદોલન અને ધરણા કરવામાં આવશે,સાથે સાથે જે ટ્રકો ગામમાં આવે છે અને રેતી ભરીને જાય છે તેના પુરાવા કલેકટરને પણ આપ્યા હતા.  

Vadodaraના ડભોઈના કરણેટમાં ઓરસંગ નદીમા રેતીખનન થતા સરપંચ પહોંચ્યા કલેકટર ઓફીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડભોઈના કરણેટમાં ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં
  • સરપંચ મોતીભાઈના વડોદરા કલેક્ટર કચેરીએ ધામા
  • સરપંચ અને સ્થાનિકો દ્વારા રેતીખનનો ઉગ્ર વિરોધ

વડોદરાના ડભોઈના કરણેટ ગામમાથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનના આક્ષેપને લઈ સરપંચ તેમજ ગામના સ્થાનિકો વડોદરા કલેકટર કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે,સરપંચનો આક્ષેપ છે કે રેતીને લઈ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે,અગાઉ પણ ખાણ ખનીજ વિભાગને આ બાબતને લઈ રજૂઆત કરી હતી તેમ છત્તા તંત્ર દ્રારા કોઈ નિરાકરણ આવ્યું નથી.

બ્રિજના દેખાયા પાયા

નદીમાં રેતી ખનને લઈ ડભોઈથી સંખેડાને જોડતા બ્રિજના પાયા દેખાયા છે તેવો આક્ષેપ સરપંચ કરી રહ્યાં છે,બ્રિજ નીચેથી રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરી રહ્યાં છે.નગરપાલિકાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રેતી ખનનથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે,જાણે ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યુ છે.


ગામમા ટ્રક આવે છે તેવા વીડિયો પણ છે

ગામના સરપંચનો આક્ષેપ છે કે,ગામમાં ટ્રક આવે છે અને ટ્રક રેતી ભરીને જતો હોય છે તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ કર્યા છે,સવાર સાંજ આ ટ્રક ગામમાંથી પસાર થાય છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે,ઘણીવાર ભારે વરસાદ પડતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે,તો ખાડા ઉંડા થઈ ગયા હોવાથી અને નદીમાં પાણી હોવાથી કયારેક ગામમાં પૂર પણ આવી શકે છે.

આંદોલનની ઉચ્ચારી ચિમકી

રેતી ખનને લઈ ગામના સરપંચ અને સ્થાનિકો ઉગ્ર જોવા મળ્યા છે,ત્યારે કલેકટરને મળી તેમણે તેમની રજૂઆત કરી હતી,સ્થાનિકોનો આક્ષેપ છે કે,અગામી સમયમાં જો રેતી ખનન બંધ નહી થાય તો આંદોલન અને ધરણા કરવામાં આવશે,સાથે સાથે જે ટ્રકો ગામમાં આવે છે અને રેતી ભરીને જાય છે તેના પુરાવા કલેકટરને પણ આપ્યા હતા.