Kutchના મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે પોલીસે એક આરોપીને દબોચ્યો, થયા મોટા ખુલાસા

કચ્છના મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે મુન્દ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે,પોલીસે આરોપી કુલદીપ શીખને ઝડપી પાડયો છે જેમા આરોપી પાસેથી 32.47 ગ્રામ કોકેઇન જપ્ત કર્યો છે સાથે સાથે પોલીસે 32 લાખથી વધુના મુદ્દામાલ પણ જપ્ત કરી તપાસ હાથધરી છે,આરોપી કયાંથી કોકેઈન લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે.મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથધરી મુન્દ્રા પોલીસને બાતમી મળી હતી કે આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખને કોકેઈન સાથે ફરી રહ્યો છે ત્યારે પોલીસે તેની ધરપકડ કરી તેને ચેક કરતા તેની પાસેથી કોકેઈન મળી આવ્યું હતુ હતુ આ કોકેઈનની કિંમતની વાત કરીએ તો ૩૨.૪૭ ગ્રામ કોકેઇન છે જેની બજાર કિંમત - ૩૨,૪૭,૦૦૦/ થાય છે.આરોપી અન્ય રાજયમાંથી આ કોકેઈન લાવીને વેચાણ કરતો હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી રહી છે,ત્યારે તપાસ બાદ વધુ ખુલાસા થાય તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે. 29-11-2024ના રોજ પણ ઝડપાયું હતુ કચ્છમાંથી કોકેઈન જીલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસ૨ કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન લાકડીયા પો.સ્ટે.ના સ્ટાફને સાથે રાખી ભા૨ત હોટલ પાસે આંતરરાજયમાંથી આવતા વાહનોને ચેક કરતા હતા તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાઈ આવી હતી અને તેને ઉભી રાખીને ચેક કરતા સામે આવ્યું કે આરોપીઓ પાસે કોકોઈન હતુ.કોકેઈનનું વજન ૧૪૭.૬૭ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /-નો મુદ્દામાલ ગેરકાયદેસ૨ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુરો ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બ્લેક કોકેઈન એક દુર્લભ ડ્રગ છે તે સામાન્ય કોકેઈન અને અન્ય ઘણા રસાયણોનું મિશ્રણ છે. તે દક્ષિણ અમેરિકાથી ડ્રગ પેડલર મારફતે ભારત લાવવામાં આવી રહ્યું હતુ. તે દેખાવમાં કોલસા જેવુ દેખાય છે. તેને અત્યંત વ્યસનકારક ડ્રગ અને ગેરકાયદેસર ડ્રગની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેને કોકેઈન હાઈડ્રોક્લોરાઈડ અથવા કોકેઈન બેઝ કહેવામાં આવે છે. તે કોલસો, કોબાલ્ટ, એક્ટિવેટેડ કાર્બન અથવા આયર્ન સોલ્ટ જેવી વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આમ કરવાથી તેનો રંગ બદલાઈ જાય છે.

Kutchના મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે પોલીસે એક આરોપીને દબોચ્યો, થયા મોટા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે મુન્દ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે,પોલીસે આરોપી કુલદીપ શીખને ઝડપી પાડયો છે જેમા આરોપી પાસેથી 32.47 ગ્રામ કોકેઇન જપ્ત કર્યો છે સાથે સાથે પોલીસે 32 લાખથી વધુના મુદ્દામાલ પણ જપ્ત કરી તપાસ હાથધરી છે,આરોપી કયાંથી કોકેઈન લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે.

મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથધરી

મુન્દ્રા પોલીસને બાતમી મળી હતી કે આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખને કોકેઈન સાથે ફરી રહ્યો છે ત્યારે પોલીસે તેની ધરપકડ કરી તેને ચેક કરતા તેની પાસેથી કોકેઈન મળી આવ્યું હતુ હતુ આ કોકેઈનની કિંમતની વાત કરીએ તો ૩૨.૪૭ ગ્રામ કોકેઇન છે જેની બજાર કિંમત - ૩૨,૪૭,૦૦૦/ થાય છે.આરોપી અન્ય રાજયમાંથી આ કોકેઈન લાવીને વેચાણ કરતો હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી રહી છે,ત્યારે તપાસ બાદ વધુ ખુલાસા થાય તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.

29-11-2024ના રોજ પણ ઝડપાયું હતુ કચ્છમાંથી કોકેઈન

જીલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસ૨ કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન લાકડીયા પો.સ્ટે.ના સ્ટાફને સાથે રાખી ભા૨ત હોટલ પાસે આંતરરાજયમાંથી આવતા વાહનોને ચેક કરતા હતા તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાઈ આવી હતી અને તેને ઉભી રાખીને ચેક કરતા સામે આવ્યું કે આરોપીઓ પાસે કોકોઈન હતુ.કોકેઈનનું વજન ૧૪૭.૬૭ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /-નો મુદ્દામાલ ગેરકાયદેસ૨ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુરો ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

બ્લેક કોકેઈન એક દુર્લભ ડ્રગ છે

તે સામાન્ય કોકેઈન અને અન્ય ઘણા રસાયણોનું મિશ્રણ છે. તે દક્ષિણ અમેરિકાથી ડ્રગ પેડલર મારફતે ભારત લાવવામાં આવી રહ્યું હતુ. તે દેખાવમાં કોલસા જેવુ દેખાય છે. તેને અત્યંત વ્યસનકારક ડ્રગ અને ગેરકાયદેસર ડ્રગની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેને કોકેઈન હાઈડ્રોક્લોરાઈડ અથવા કોકેઈન બેઝ કહેવામાં આવે છે. તે કોલસો, કોબાલ્ટ, એક્ટિવેટેડ કાર્બન અથવા આયર્ન સોલ્ટ જેવી વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આમ કરવાથી તેનો રંગ બદલાઈ જાય છે.